Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

જી.એસ.ટી.ના આસી.કમિશ્નરના જકકી વલણ અંગે પગલા ભરવા હાઇકોર્ટની ટકોર

અમદાવાદ તા.૨૩: ગુજરાત હાઇકોર્ટે રાજ્યના જીએસટી વિભાગના આસિસ્ટન્ટ કમિશનર બી.બી.પાંડોરના જક્કી વલણને લઇ તેને દંડ ફટકારવાનુ મન બનાવી લીધું હતું. જો કે, અરજદારની વિનંતી બાદ, હાઇકોર્ટે અધિકારીને દંડ ફટકાર્યો નથી. પરંતુ, હાઇકોર્ટે આ અંગેનો તેનો આદેશ ચીફ સેક્રેટરીને મોકલી આપ્યો છે. હાઇકોર્ટે એ કહ્યું છે કે, આ અધિકારી સામે પગલા લેવામાં આવે.પ્રકાશસિંહ ઉદાવતની કંપનીએ ૧૦૬ જેટલા નકલી બિલો મૂકીને ઇનપુટ ક્રેડિટનો ખોટો દાવો કરીને કરોડો રૂપિયા મેળવ્યા હોવાનો કેસ હતો.

ગત વર્ષે અરજદાર રાજ્ય કર ભવન ગયા ત્યાં રાજ્ય જીએસટીના અધિકારી પાંડોરે અરજદારની કાર, બે મોબાઇલ સીઝ કરવાનો આદેશ કર્યો હતો. લાંબા સમય સુધી અધિકારીએ આ વસ્તુઓને પરત કરી નહીં. જેની સામે, અરજદારે હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં, તેની રજૂઆત હતી કે, વસ્તુઓ સીઝ કરવાની સત્તા જોઇટ કમિશનર પાસે હોય છે. જીએસટીના ઉચ્ચ અધિકારીના આ પ્રકારના વલણને લઇ, હાઇકોર્ટે ભારે નારાજગી વ્યકત કરી છે. જો કે, હાઇકોર્ટે ટકોર કરી છે કે, અરજદારને ડર છે કે, કોર્ટ અધિકારી સામે પગલા લેશે તો તેની સામે સમગ્ર વિભાગ આવી જશે. જેના લીધે, ભવિષ્યમાં તેણે વણનોતરી મુસીબતનો સામનો કરવો પડી શકે છે. હાઇકોર્ટેએ પણ કહ્યું છે કે, જીએસટીના આ ઉચ્ચ અધિકારીએ તેની સત્તાનો દૂર ઉપયોગ કર્યો છે.

(11:43 am IST)