Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

કુબેર બોટના મૃતક ખાલાસીની વિધવાને પ લાખનું વળતર ચુકવવા રાજય સરકારને હાઇકોર્ટનો આદેશ

૧૧ વર્ષ પહેલા પોરબંદરની કુબેર બોટના ખલાસીની આંતકવાદીઓ એ હત્યા કરી નાખેલ

અમદાવાદ તા ૨૩  : પોરબંદરની કુબેર બોટના ખલાસી રમેશભાઇ બાંભણીયાનો વર્ષ ૨૦૦૮માં પાકિસ્તાનના આતંકવાદીઓએ મુંબઇમાં હુમલો કરીને હત્યા કરી નાખી હતી. મૃતક રમેશભાઇના વિધવા જશીબહેનને રાજય સરકારે ર દિવસમાં ૫ લાખનું વળતર ચુકવી આપવા હાઇકોર્ટે આદેશ કર્યો છે.

ગુજરાત હાઇકોર્ટે રાજય સરકારને આદેશ કર્યો છે કે, કુબેર બોટના હત્યા કરાયેલા ખલાસી રમેશભાઇ બાંભણીયાના વિધવા જશીબહેનને વળતર પેટે રુ પાંચ લાખ બે દિવસમાં ચુકવવામાં આવે. હાઇકોર્ટે આદેશ કર્યો છે કે, જો જશી બહેનનું બેંક ખાતુ ન હોય તો, રાજય સરકાર તેમનું બેંક ખાતું ખોલાવે અને તેમની રકમ જમા કરાવે. વર્ષ૨૦૧૬ મા઼ અરજદાર જશીબહેને વળતરની માંગ સાથે હાઇકોર્ટમાં અરજી કરી હતી.

હાઇકોર્ટમાં રાજય સરકારની રજુઆત હતી કે, આ વળતર ચુકવવા માટે સરકાર પાસે ફંડ નથી. જોકે, રાજય સરકારે આદેશ કર્યો હતો કે, ફંડ ન હોય તો મુખ્યપ્રધાન ફંડમાંથી વળતર ચુકવો. વર્ષ ૨૦૦૮માં પાકિસ્તાનના આતંકવાદીઓ મુંબઇમાં આતંકવાદી હુમલો કર્યો હતો. આ સમયે, આતંકવાદીઓએ કુબેર બોટ હાઇજેક કરી હતી અને તેમાં રહેલ ખલાસી રમેશભાઇ બાંભણીયાની હત્યા કરાઇ હતી.

(11:26 am IST)