Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બનતા જંગલ સફારી પાર્કમાં વિદેશી પ્રાણી- પક્ષીઓઓનું આગમન

પાર્કમાં 189 પ્રજાતિના 1500થી વધુ પશુ પક્ષીઓ વિવિધ ઝોનમાં રખાશે

નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા બંધ વચ્ચે લગભગ 100 હેક્ટર વિસ્તાર માં બની રહેલ જંગલ સફારી પાર્કને આગામી દિવસોમાં પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાશે. ત્યારે હાલ યુદ્ધના ધોરણે જેની કામગીરી ચાલી રહી છે. માત્ર  5 મહિનામાં 40 ટકા કામગીરી કરી દેવામાં આવતા પ્રધાન મંત્રી અને મુખ્ય મંત્રીએ પણ સફારી બાબતે સચિવ રાજીવ ગુપ્તા અને ડો શશીકુમાર ટીમને શુભેચ્છા આપી છે. આગામી 31 તારીખે વડા પ્રધાન નરેન્દ્રભાઈ  મોદી વિદેશી પશુ પક્ષીની મુલાકાત લેશે. હાલ યીદ્ધના ધોરણે કામગીરી ચાલુ છે. સંપૂર્ણ કામગીરી લગભગ એક-બે વર્ષ બાદ પૂર્ણ થશે

કેવડિયાના જંગલ સફારીમાં યુદ્ધના ધોરણે ચાલતી કામગીરી વચ્ચે પાવાગઢ રેસ્ક્યુ સેન્ટર માંથી એક દીપડો જંગલ સફારી માટે લાવવામાં આવ્યો હતો. સાથે હરણ અને સાબર પણ લાવવામાં આવ્યા હતા. હવે ધીરે ધીરે પ્રાણીઓ લાવવામાં આવી રહ્યા છે. જેમાં સાઉથ આફ્રિકા, સિંગાપુર, નેધર લેન્ડ, જર્મની, ફ્રાન્સ ઇંગ્લેન્ડ મલેશિયા,ઓસ્ટ્રેલિયા સહિતના વિવિધ દેશો માંથી વિવિધ પ્રજાતિના પોપટ, ચકલી, સસલા, મરઘી, બતક, ઇમુ, શાહમૃગ સહીતના પક્ષીઓ, પ્રાણીઓ, લાવવામાં આવ્યા છે.આ સાથે સક્કરબાગ ઝુ અને જુનાગઢ ઝુ માંથી સિંહ વધ, ચિત્તો સહિતના અન્ય પ્રાણીઓ ધીરે ધીરે લાવવામાં આવશે. જે પ્રવાસીઓ માટે એક વિશેષ આકર્ષણ જામશે.

વિશ્વમાં પ્રથમ એવું આ જંગલ સફારી બનશે કે જ્યાં નેચરલ વાઈલ્ડ જોવા મળશે દેશ વિદેશી પશુ પક્ષી જોવા મળશે, 189 પ્રજાતિના 1500થી વધુ પશુ પક્ષીઓ વિવિધ ઝોનમાં રાખવામાં આવશે, જયારે વિદેશી ઔરંગ ઉટાન, ચોરેક્સ, આલ્ફા લામા, એમ્પાલા પ્રજાતિના પ્રાણીઓ ભાર માં ક્યાંય નથી જે અહીંયા પ્રવાસીઓ ને જોવા મળશે. 12 વિવિધ પ્રજાતિના તો હરણ હશે, કુદરતી ઝરણા અને જેમાં મુક્ત ફરતા પ્રાણીઓને માણવાનો નજારો કંઈક ઔર હશે જે ટૂંક સમયમાં ચાલુ થશે.

ઓસ્ટ્રેલિયા જેવા ઠંડા પ્રદેશ માંથી હાલ 9 જેટલા કાંગારું લાવવામાં આવ્યા છે. જયારે 29 જેટલા બ્લેક,વાઈટ,બ્રાઉન આલ્ફા લામા નામના પ્રાણીઓ રિંગટેલ મંકી સાથે પક્ષીઓ પણ લાવવામા આવ્યા છે. હાલ ઠંડીની સીઝન અને ભેજ વાળું વાતાવરણ હોય પંખા અને કુલર મૂકી આ પ્રાણીઓને ઠંડક આપવામાં આવૅ છે. ઉનાળામાં એસી વાળા કોટેજ લગાવવામાં આવશે. સાથે ફુવારા સાથે બરફ પણ મુકવામાં આવશે.

અત્યાર સુધી વિશ્વમાં ક્યાંય નથી એવું પેટિંગ ઝોન કેવડિયા જંગલ સફારીમાં બનાવવામાં આવશે, જેની ખાસિયત એ છે કે વિદેશી અને દેશી એવા પાલતુ પ્રાણીઓ કે જે બાળકો સાથે રમી શકે બાળકોઆ પ્રાણીઓ પ્રક્ષીઓ ને ટચ કરી પંપાળી શકે જેને લઈને ફરી શકે એવો ઝોન જે આખા વિશ્વમાં ક્યાંય નથી એવો ઝોન અહીંયા બનાવવા માં આવશે. જેનાથી બાળકો ને ખુબ મઝા આવશે.

(11:21 am IST)