Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

સુરત જિલ્લામાંથી ચાર બોગસ ડોકટરો ઝડપાયા : કોસંબામાંથી ત્રણ તબીબો અને પલસાણાના જેલવામાંથી એકને પકડી લેવાયો

એસઓજીએ મોટા પ્રમાણમાં એલોપેથીક, હોમિયોપેથીક દવાઓ પણ કબ્જે કરી

સુરત જિલ્લામાં બોગસ ડૉક્ટરોનો રાફડો ફાટ્યો છે. સુરત ગ્રામ્ય વિસ્તારમાં SOG દ્વારા ચાર બોગસ તબીબોને ઝડપી પાડવામાં આવ્યા છે. સુરતનાં કોસંબા વિસ્તારમાંથી 3 બોગસ તબીબો ઝડપાયા છે. જયારે પલસાણાનાં જોલવામાંથી પણ 1 બોગસ તબીબ ઝડપાયો છે

  . પોલીસે આ નકલી તબીબોની સાથે સાથે મોટા પ્રમાણમાં એલોપેથીક, હોમિયોપેથીક દવાઓ પણ કબ્જે કરી છે. આ તમામ ડોક્ટરો વગર ડિગ્રીએ સુરત જીલ્લાનાં વિવિધ વિસ્તારમાં પ્રેક્ટિસ કરતા હતા.

 

(10:06 pm IST)