Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

કરજણના નવીજીથરડી ગામે કાયમી દારૂબંધ કરા‍વવા માટે ગ્રામસભામાં યુવાનોની માંગણી

ગામના સરપંચ તથા તલાટીને લેખિત અરજી આપી

કરજણ તાલુકાના નવી જીથરડી ગામ ખાતે ગામના યુવાનો દ્વારા કાયમી દારૂબંધી માટે યોજાયેલી ગ્રામસભામાં ગામના સરપંચ તથા તલાટીને લેખિત અરજી આપી દારુ સદંતર બંધ કરાવવા માટે માંગ કરી હતી.

ગામનું યુવાધન દારૂના રવાડે ચડી બરબાદ થવા લાગતા અને ગામની માતા-બહેનો વિધવા થવા લાગતા નવી જીથરડી ગામના યુવા મિત્રો અને વડીલોએ ગામમાં કાયમી દારૂ બંધ કરાવવા માટે ગ્રામસભામાં ગ્રામપંચાયતના તલાટી અને સરપંચને લેખિતમાં અરજી આપી દારૂ બંધ કરાવવા માટે ઝુંબેશ ઉઠાવી છે અને જો ગામમાં બે દિવસની અંદર દારૂ વેચાતો બંધ નહીં થાય તો ઉચ્ચ કક્ષાએ ગ્રામજનો રજુઆત કરવાનું પણ અરજીમાં જણાવ્યું હતું.

(9:50 pm IST)