Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

મતદાન જાગૃતિ કેળવવા ચૂંટણીપંચનો નવતર પ્રયોગ :હવે 32 હજાર મેડિકલ સ્ટોર મતદાન માટે પ્રેરિત કરશે

ગુજરાત ચૂંટણી પંચ અને ગુજરાત કેમિસ્ટ એસોસિયેશન વચ્ચે MoU સાઈન થયા

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રાજ્યમાં તમામ રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે. સામે પક્ષે ચૂંટણી પંચે પણ ગુજરાતની 2022 ચૂંટણીની તૈયારીઓ આરંભી છે. જોકે વિધાનસભાની ચૂંટણીના પ્રચાર-પ્રસાર માટે આ વખતે ECએ એક નવો જ રસ્તો અપનાવ્યો છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ મતદાન જાગૃતિ વધારવા માટે રાજ્યમાં અલગ અલગ સંસ્થા, એસોસિએશન અને NGO સાથે મળીને ચૂંટણી પંચ વધુ મતદાન માટે લોકોને પ્રેરિત કરવાના રસ્તાઓ ચકાસી રહી છે. આ જ સંદર્ભે ઈલેક્શન કમિશને એક Mou સાઈન કર્યા છે. રાજ્યના દરેક મતદાર સુધી પહોંચવા દવા બજારના એસોસિયેશન સાથે કરાર કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત ચૂંટણી પંચ અને ગુજરાત કેમિસ્ટ એસોસિયેશન વચ્ચે MoU સાઈન થયા છે. આ નવીનતમ યોજનાના ભાગરૂપે રાજ્યની તમામ મેડિકલ સ્ટોરથી મતદાનનો પ્રચાર કરવામાં આવશે. મેડિકલ સ્ટોર પર આવતા દર્દીઓને મતદાન કરવા માટે સમજાવાશે અને જાગૃતિ કેળવવામાં આવશે.

પ્રાથમિક અંદાજ અનુસાર રાજ્યભરના અંદાજે 32 હજાર મેડિકલ સ્ટોર ચૂંટણી પંચ સાથે જોડાઈને વધુ મતદાન માટે પ્રેરિત કરશે.

(9:11 pm IST)