Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

સુરતના વેસુના હેપી એક્‍સલેન્‍સીયા એપાર્ટમેન્‍ટમાં કેરટેકર તરીકે નોકરી કરતા નોકરે માલીકના કબાટમાંથી 57 લાખની ચોરી કરી ફરાર

સીસીટીવી ફુટેજ તપાસતા સાયકલની આગળ લોન્‍ડ્રી બેગ લટકાવી જતા નજરે પડયો

સુરતઃ સુરતના વેસુના હેપી એક્‍સલેન્‍સીયા એપાર્ટમેન્‍ટમાં રહેતા તરૂણ શાહે દાદીમાની દેખરેખ માટે કેર ટેકર તરીકે જયંતિલાલ ખેતમલને નોકરી પર રાખ્‍યો હતો. જયંતિલાલ નજરે ન પડતા શોધખોળ શરૂ કરી હતી. જયંતિની બેગ પેક કરેલી હાલતમાં હતી અને ઘરમાં તપાસ કરતા તરૂણ શાહના કબાટમાંથી 50 લાખ રોકડા અને દાદીમાના રૂમમાંથી 7 લાખ મળી 57 લાખની ચોકરી કરી ફરાર થઇ ગયો હતો. પોલીસે સીસીટીવીની મદદથી આરોપીની શોધખોળ શરૂ કરી છે.

સુરતના વેસુના હેપી એક્સેલેન્સીયામાં રહેતા રીયલ એસ્ટેટના ધંધાર્થીએ દાદીમાંના કેરટેકર તરીકે વીસ દિવસ અગાઉ રાખેલો નોકર ઘરમાંથી રોકડા રૂ. 57 લાખ લઇ રફુચક્કર થઇ જતા ઉમરા પોલીસ દોડતી થઇ છે.

અઠવાલાઇન્સ મેઇન રોડ ક્લેકટર ઓફિસની સામે અમીઝરા એપાર્ટમેન્ટમાં અરિહંત એસોસિએટ નામે રીયલ એસ્ટેટનો ધંધો કરતા તરૂણ અનીલ શાહ વેસુના જોલી પાર્ટી પ્લોટ નજીક હેપી એક્સેલેન્સીયામાં રહે છે. ઘરમાં સાફ સફાઇ તથા પરચૂરણ કામ અને રસોઇ માટે તરૂણે નોકર રાખ્યા છે. ગત દિવસોમાં તરૂણના વૃધ્ધ દાદીની તબિયત સારી ન હોવાથી અને તેઓ હલન ચલન કરી શકતા ન હોવાથી વધુ એક નોકરની જરૂર હતી.

જેથી તરૂણની માતા પાસે ચારેક મહિના અગાઉ એપાર્ટમેન્ટમાં રહેતા નિતીન અદાણીના જૂના નોકર જ્યંતિલાલ ખેતમલ નોકરીનું પુછવા આવ્યો હોવાથી તેને બોલાવ્યો હતો. જ્યંતિલાલને માસિક રૂ. 14 હજારનો પગાર નક્કી કર્યો હતો.

દરમિયાનમાં ગત રોજ જ્યંતિ તેના રૂમમાં નજરે નહીં પડતા તરૂણ અને તેની પત્ની સોનિયાએ શોધખોળ કરી હતી. જેમાં જ્યંતિની બેગ પેક કરેલી હાલતમાં હતી અને તરૂણના રૂમની કબાટમાંથી રોકડા રૂ. 50 લાખ અને તેની માતાના રૂમના કબાટમાંથી રૂ. 7 લાખ મળી રૂ. 57 લાખ ગાયબ હતા.

તરૂણે એપાર્ટમેન્ટના સીસીટીવી ચેક કરતા જ્યંતિ તરૂણની સાઇકલની આગળ લોન્ડ્રી બેગ લટકાવીને જતા નજરે પડયો હતો. જેથી તરૂણે તુરંત જ ઉમરા પોલીસને જાણ કરતા પોલીસ દોડતી થઇ ગઇ હતી.હાલ ઉંમરા પોલીસે ચોરીનો ગુણોનોધી વધુ તપાસ હાથ ધરી છે.

(5:56 pm IST)