Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

નવરાત્રિમાં ૧૨ વાગ્‍યા પછી પણ હોટલ ખુલ્લી રાખી શકાશે...

નવરાત્રિ માટે સરકારની મોટી જાહેરાતઃ ૯ દિવસ હોટલો માટે અપાઈ મોટી છૂટ

અમદાવાદ, તા.૨૩: નવરાત્રિને હવે બે દિવસ બાકી છે, ત્‍યારે ગુજરાત સરકારે નાગરિકોને મોટી છૂટ આપી છે. હવે ગરબા ગ્રાઉન્‍ડ પરથી નીકળ્‍યા બાદ લોકોને ભૂખ્‍યા રહેવાની જરૂર નહિ પડે. કારણ કે, સરકારે નવરાત્રિ દરમિયાન રાત્રે ૧૨ વાગ્‍યા પછી હોટલો ખુલ્લી રાખવાની છૂટ આપી છે. ગળહ રાજ્‍યમંત્રીએ જાહેરાત કરી કે, નવરાત્રિમાં ગરબા પૂર્ણ થયા બાદ રાત્રીના ૧૨ પછી પણ હોટલો ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી ન માત્ર ખેલૈયાઓ અને હોટલ માલિકોને રાહત મળી છે.

૨૫ સપ્‍ટેમ્‍બરથી નવરાત્રિ શરૂ થઈ રહી છે. ત્‍યારે હવે ખેલૈયાઓમાં ભારે ઉત્‍સાહ છે. બે વર્ષ બાદ માંડ ગરબા કરવા મળે છે ત્‍યારે સરકારે રાત્રે ૧૨ વાગ્‍યા પછી હોટલો ખુલ્લી રાખવાની છૂટ આપી છે. ગળહ રાજ્‍યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી કે, ગરબા પૂર્ણ થયા બાદ રાત્રે ૧૨ વાગ્‍યા પછી હોટલ ખુલ્લી રહેશે. નવરાત્રિમાં ૧૨ વાગ્‍યા પછી હોટલ ખુલ્લી રાખી શકાશે.

સરકારની આ જાહેરાતથી ખેલૈયાઓએ ખુશી વ્‍યક્‍ત કરી. ખેલૈયાઓએ કહ્યું કે, કોરોના બાદ જનજીવન માંડ થાળે પડ્‍યુ છે. આવામાં પહેલીવાર ગરબા રમવા મળી રહ્યાં છે. તેથી સૌથી મોટી મૂંઝવણ એ હતી રાત્રે ૧૨ વાગ્‍યા પછી ખાવા કયાં જવુ. લોકો ગરબા રમીને થાકયા હોય, ભૂખ લાગી હોય આવામાં હોટલ ખુલ્લી ન હોય તો લોકોને ઘરે જવુ પડતું. હવે જ્‍યારે હોટલોને છૂટ મળી છે તો અમને ભૂખ્‍યા ઘરે જવુ નહિ પડે.

(4:10 pm IST)