Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

વડોદરામાં કેશડોલ નહિ મળતા મહિલાઓ વિફરી : અટકાયત બાદ પોલીસ અને મહિલાઓ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા

મહિલાઓનો મોરચો કારેલીબાગ પોલીસ મથકે પહોંચ્યો

 

વડોદરામાં કેશડોલ નહિ મળતા મહિલાઓ વિફરી હતી વડોદરાના કારેલીબાગ એકતાનગર રેનબસેરા વસાહત ખાતે નારાજ મહિલાઓએ હલ્લાબોલ કર્યો હતો.

  હોબાળો થતાં પોલીસે મહિલાઓને સમજાવી હતી.પરંતુ રોષે ભરાયેલી મહિલાઓએ પોલીસ વિરુધ્ધ સુત્રોચ્ચાર કરતા મહિલા પોલીસે 2 મહિલાની અયકાયત કરી હતી. પોલીસે અટકાયત કરતા મહિલાઓનો મોરચો કારેલીબાગ પોલીસ મથકે પહોંચ્યો હતો. કારેલીબાગ પોલીસ સ્ટેશને મહિલાઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા

(10:44 pm IST)