Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

નડિયાદ તાલુકાના અંબાપુરામાં ખેતરમાં જવા બાબતે બે ભાઈઓ બાખડ્યા: ઢોરમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા અરેરાટી

નડિયાદ: તાલુકાના માંઘરોલી તાબે અંબાપુરા ખેતરમાં રહેતાં રમણભાઈ શીવાભાઈ ડાભીના ખેતરના છેડા ઉપર આવવા જવાનો રસ્તો રાખ્યાં વગર તેમના ભાઈઓ રમેશભાઈ શીવાભાઈ ડાભી અને મંગળભાઈ શીવાભાઈ ડાભી ફેન્સીંગ તારની વાડ બનાવતા હોવાની માહિતી તેમને મળી હતી. જેથી તેઓ તેમના મિત્રના બાઈક પર બેસી ખેતરમાં જવા નીકળ્યાં હતાં. તે વખતે મહોળેલ જવાના રોડ ઉપર રમેશભાઈ અને મંગળભાઈ આવી ચઢ્યાં હતાં અને રમણભાઈનું બાઈક રોકી તેમને માર મારી જાનથી મારી નાંખવાની ધમકીઓ પણ આપી હતી. 

આ બનાવ અંગે રમણભાઈ શીવાભાઈ ડાભીની ફરિયાદને આધારે ચકલાસી પોલીસે રમેશભાઈ શીવાભાઈ ડાભી અને મંગળભાઈ શીવાભાઈ ડાભી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(5:49 pm IST)