Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

ખેડા જિલ્લામાં જુદા જુદા ચાર સ્થળોએ જુગાર રમતા 20 ઈસમો પર પોલીસ ત્રાટકી: 8 હજારની રોકડ સાથે ધરપકડ

નડિયાદ:તાલુકાના સલુણ, ડુમરાલ, પીપલગ તેમજ વસો તાલુકાના રામપુરામા સ્થાનિક પોલીસની ટીમે દરોડા પાડી ચારેય જગ્યાએ મળી કુલ ૨૦ ઈસમોને પત્તાપાનાનો જુગાર રમતાં રંગેહાથે ઝડપી પાડીને કુલ ૬૫,૦૮૦નો મુદ્દામાલ જપ્ત કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

સલુણ નડિયાદ તાલુકાના સલુણ ગામે ઈન્દિરાનગરી વિસ્તારમાં નડિયાદ રૂરલ પોલીસની ટીમે દરોડો પાડી જુગાર રમતાં ઈમ્તીયાઝભાઈ અહેમદભાઈ વોરા, સલીમ અનવરભાઈ વોરા, જયેશભાઈ ડાહ્યાભાઈ ગોહેલ અને વિક્રમભાઈ ગોવિંદભાઈ રાણાને ઝડપી પાડીને તેઓની અંગજડતીમાંથી ૯૧૦, દાવ પરથી ૨૨૦ તમજ ત્રણ નંગ મોબાઈલ ફોન કિંમત ૧૫૦૦ મળી કુલ ૨૬૩૦નો મુદ્દામાલ મળી જપ્ત કર્યો હતો. રામપુરા વસો તાલુકાના રામપુરા ગામે આવેલ બાગ પાસેની ખુલ્લી જગ્યામાં વસો પોલીસની ટીમે દરોડો પાડી પત્તાપાનાનો જુગાર રમતાં મોતીભાઈ ઉકાભાઈ તળપદા, જુગ્નેશભાઈ ઉર્ફે જીતુ બચુભાઈ તળપદા, સંજયભાઈ મંગળભાઈ પરમાર અને કનુભાઈ ધુળાભાઈ પટેલને કુલ ૧૨૨૦ની મત્તા સાથે ઝડપી પાડ્યાં હતાં. 

(5:47 pm IST)