Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

સુરતના ખટોદરા રોડ પર માનસિક યુવક ગટરમાં ફસાઈ ગયો: ફાયર જવાનોએ એક કલાકનું રેસ્ક્યુ કરી યુવકને સહી સલામત બહાર કાઢવામાં આવ્યો

સુરત: શહેરના ખટોદરા રોડ પર આજે સવારે ગટર લાઇનમાં માનસિક બીમાર યુવાન ફસાઈ જતા ભારે અફડાતફડી મચી ગઈ હતી. જોકે ફાયર જવાનોએ એક કલાક સુધી જહેમત ઉઠાવી રેસ્ક્યુ કરી તેને સહી-સલામત બહાર કાઢ્યો હતો.

ફાયરબ્રિગેડના સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ ખટોદરા ખાતેના જોગણી માતાના મંદિર પાસે કારના શોરૂમથી આગળના રોડ પર આજે સવારે 35 વર્ષીય માનસિક બીમાર યુવાન જાતે તેને ઢાંકી ખોલ્યું હતું.

બાદમાં તે લાઈનમાં નીચે ઉતરીને ગટરની મેઇન લાઇન તરફ ચાલતો જતો હતો. તે નીચે ઉતરતી વખતે કોઈ વ્યક્તિની નજર પડતા તરત ફાયરબ્રિગેડને જાણ કરી હતી. જેને લીધે ત્યાં લોકો એકત્રિત થવા લાગ્યા હતા. આ અંગે ફાયર ઓફિસર રણજીતભાઈ ખડિયાને જાણ થતા ન્યુ ફાયર ઓફિસર અને ફાયર જવાનો સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા ત્યારે ફાયર ઓફિસર મારૂતિ સોનવણે અને અન્ય 4 ફાયર જવાનો બી.એ સેટ પહેરીને વરસાદી પાણીની લાઇનમાંથી ગટર અને પાણીની લાઈન તરફ નીચે ઉતર્યા હતા અને માનસિક બીમાર યુવાનને ફાયર જવાનોએ પકડી લીધો હતો.

(5:43 pm IST)