Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

સુરતની નવસારી બજારમાં જાહેર શૌચાલયમાં ગેંગસ્ટર ઈરફાન પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી ટપોરીઓ ફરાર

ગેંગસ્ટર મનીષ સિંધિયા પરના હુમલાનો બદલો લેવા હુમલો કરાયાની ચર્ચા

સુરતના નવસારી બજારમાં ગેંગવોરમાં ખુની ખેલ ખેલાયો હતો.ગેંગસ્ટર ઈરફાન પર તીક્ષ્‍ણ હથિયારનાં ઘા મારી કેટલાક ટપોરીઓ ફરાર થયા છે આ અગાઉ ગેંગસ્ટર મનીષ સિંધિયા પર ઈરફાને હુમલો કર્યો હતો.તેનો બદલો લેવા માટે ઈરફાન પર હુમલો થયો હોવાની ચર્ચા છે

 આ અંગે મળતી વિગત મુજબ સુરતના નવસારી બજાર નજીક જાહેર શૌચાલયની અંદર ગેંગસ્ટર ઈરફાન મિયાં પર અજાણ્યા શખ્સોએ તીક્ષ્‍ણ હથિયારો વડે હુમલો કર્યો હતો.ત્રણ ચાર શખ્શોએ તીક્ષ્‍ણ હથિયાર વડે પગ અને છાતીના ભાગે ગંભીર ઇજા પહોંચાડતા ઈરફાન લોહીલુહાણ થતા શૌચાલયના પગથિયા પર જ ઢળી પડ્યો હતો.

 લોહીલુહાણ હાલતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ ઈરફાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયો હતો. ગેંગવોરને લઈને જ ઈરફાન પર હુમલો થયો હોવાની હાલ ચર્ચા થઈ રહી છે.

(11:39 pm IST)