Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં જુગારધામ ઝડપાયું : 15 લોકો પકડ્યા પીસીબીએ લાખોનો મુદામાલ કબ્જે કર્યો

અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાંથી પીસીબીએ જુગાર રમતા 15 શકુનિઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યા છે.

  આરોપીઓ મ્યુ.ઓફીસર કવાટરમાં જુગાર રમી રહ્યા હતા. આ વાતની માહિતી પીસીબીને મળતા પીસીબીએ રેડ કરીને તમામ આરોપીઓને ઝડપી લીધા હતા. બીજીતરફ લોકોમાં ચર્ચા મુજબ કાગડાપીઠ પોલીસ સ્ટેશનથી ખુબજ નજીક આ જુગારધામ ચાલી રહ્યુ હતુ. તેની માહિતી સ્થાનિક પોલીસને કેમ ન હતી. આમ તો એસીપી ઓફીસ પણ નજીક છે. ત્યારે એસીપી કે ડિવિઝનને પણ ખ્યાલ ન આવ્યો કે જુગારધામ ચાલી રહ્યું હતુ કે પછી આંખ આડા કાન થઈ રહ્યા હતા. તેવા સવાલો ઉઠ્યા છે

(7:50 pm IST)