Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

સુરતઃ પતિએ ફોનમાં ત્રીપલ તલ્લાક આપ્યાઃ પત્નિ ફરીયાદ કરવા ગઇ તો પોલીસ ના પાડી દહેજ ધારાની વાત કરી

સુરતઃ એક પત્નીને પોતાના પિયર ન જવા દઈને સતત તલાકની ધમકી આપ્યા બાદ ફોન પર જ તલાક આપી દેનારા પતિ વિરૂધ્ધ ફરિયાદ કરવા ગયેલી મહિલાની ફરિયાદ ત્રિપલ તલાક કાયદા પ્રમાણે પોલીસ ન લઈ શકતાં મહિલાએ નિરાશ થવું પડ્યું હતું. મહિલાએ જણાવ્યું હતું કે, મારો પતિ મને માનસિક ત્રાસ આપે છે. મહિનાઓ સુધી મને મારા પિયર જવા દેતો નથી.

તે મને ફોન પર સતત ધમકીઓ આપ્યા રાખે છે, એક દિવસ તેણે મને ફોન પર ત્રણ વખત તલાક બોલીને તલાક આપી દીધા હતા. જેના કારણે હું ન્યાય માટે મહિલા પોલીસ સ્ટેશને પહોંચી હતી. પરંતુ પોલીસ ત્રિપલ તલાક પ્રમાણે ફરિયાદ ન લઇ શકવાની વાત કરી હતી.

મહિલાએ જણાવ્યું હતું કે, તેના પતિ વિરૂધ્ધ ત્રિપલ તલાકની જગ્યાએ દહેજ ધારા હેઠળ ગુનો નોંધવાની પોલીસે તૈયારી દર્શાવી હતી. જો કે આ કાયદામાં તો તેના પતિને આસાનીથી જામીન મળી જાય તેમ હોવાથી મહિલા અરજી આપીને જતી રહી હતી અને કાયદો અમલમાં આવે પછી ગુનો નોંધાવવાની વાત કરી હતી

(4:27 pm IST)