Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

વલસાડ નજીકના અટકપારડીના અને માતાજીના પરમ ભક્ત એવા ભરતભાઈ મેર નામના સદગૃસ્થ દ્વારા અન્નદાન ક્ષેત્ર શરૂ

(કાર્તિક બાવીશી ) વલસાડ : વર્તમાન સમયે કોરોનાને લઈ લોકડાઉન ચાલી રહ્યું છે.અનેક લોકો બેરોજગાર બન્યા છે,ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોની હાલત કફોડી બની છે ત્યારે વલસાડ નજીકના અટકપારડીના અને માતાજીના પરમ ભક્ત એવા ભરતભાઈ મેર નામના સદગૃસ્થ દ્વારા અન્નદાન શેત્રની શરૂઆત વલસાડના વિવિધ 12 સ્થળોએ શરૂ કરવામાં આવી છે.જેમાં પ્રતિદિન 1200થી1500 લોકોને ભોજન માત્ર રૂ.20માં આપવામાં આવી રહ્યું છે.આવનારા સમયમાં  આ કાર્ય 100 થી વધુ સ્થળ સુધી વિસ્તારવામાં આવશે. લોક ડાઉનમાં પણ આ સદગૃહસ્થ દ્વારા પ્રતિદિન 15થી20 હજાર લોકો માટે ભોજન તૈયાર કરી ફૂડ પેકેટ બનાવી વિતરિત કરવાનું ભગીરથ કાર્ય કરાયું હતું.અનેક સ્ટોલ વલસાડમાં જુદી જુદી જગ્યાએ છે

  વલસાડ રૂરલ પોલિસ સ્ટેશન નજીક ,છીપવાડગુંદલાવ ચોકડી,ધરમપુર ચોકડી, શાકભાજી માર્કેટ,મોગરવાડી,કસ્તુરબા હોસ્પિટલ પાસે, ધોબી તળાવ પોલિસ ચોકી નજીક,હાઉસિંગ જકાત નાકા નજીક,  સિવિલ હોસ્પિટલ સામે  આ અંગે ભરતભાઈ મેર એ જણાવ્યું કે લોક ડાઉનના સમયે જે જોયું,અનુભવ્યું તેના પરથી લાગ્યું કે આ મુશ્કેલી લાબી ચાલે તેમ છે,જેથી માતાજીની કૃપાથી કાર્ય શરૂ કર્યું છે,ખર્ચ અંગે જણાવ્યું કે હું હિસાબ રાખતો નથી,સારા કામમાં હિસાબ કેવો.લેવામાં આવતા રૂ.20 અંગે જણાવ્યું કે લોકોને શરમ અનુભવવી ન પડે સહિતના માટે આ રકમ લેવાઈ છે.ભોજનમાં વિવિધ પ્રકારના શાક,ઉપરાંત છાસ પણ પીરસવામાં આવે છે.

  વર્તમાન સમયે કોરોનાને લઈ લોકડાઉન ચાલી રહ્યું છે.અનેક લોકો બેરોજગાર બન્યા છે,ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોની હાલત કફોડી બની છે ત્યારે વલસાડ નજીકના અટકપારડીના અને માતાજીના પરમ ભક્ત એવા ભરતભાઈ મેર નામના સદગૃસ્થ દ્વારા અન્નદાન શેત્રની શરૂઆત વલસાડના વિવિધ 12 સ્થળોએ શરૂ કરવામાં આવી છે.જેમાં પ્રતિદિન 1200થી1500 લોકોને ભોજન માત્ર રૂ.20માં આપવામાં આવી રહ્યું છે.આવનારા સમયમાં  આ કાર્ય 100 થી વધુ સ્થળ સુધી વિસ્તારવામાં આવશે. લોક ડાઉનમાં પણ આ સદગૃહસ્થ દ્વારા પ્રતિદિન 15થી20 હજાર લોકો માટે ભોજન તૈયાર કરી ફૂડ પેકેટ બનાવી વિતરિત કરવાનું ભગીરથ કાર્ય કરાયું હતું.અનેક સ્ટોલ વલસાડમાં જુદી જુદી જગ્યાએ છે વલસાડ રૂરલ   પોલિસ સ્ટેશન નજીક ,છીપવાડ।ગુંદલાવ ચોકડી,ધરમપુર ચોકડી, શાકભાજી માર્કેટ,મોગરવાડી,કસ્તુરબા હોસ્પિટલ પાસે, ધોબી તળાવ પોલિસ ચોકી નજીક,હાઉસિંગ જકાત નાકા નજીક,  સિવિલ હોસ્પિટલ સામે  આ અંગે ભરતભાઈ મેર એ જણાવ્યું કે લોક ડાઉનના સમયે જે જોયું,અનુભવ્યું તેના પરથી લાગ્યું કે આ મુશ્કેલી લાબી ચાલે તેમ છે,જેથી માતાજીની કૃપાથી કાર્ય શરૂ કર્યું છે,ખર્ચ અંગે જણાવ્યું કે હું હિસાબ રાખતો નથી,સારા કામમાં હિસાબ કેવો.લેવામાં આવતા રૂ.20 અંગે જણાવ્યું કે લોકોને શરમ અનુભવવી ન પડે સહિતના માટે આ રકમ લેવાઈ છે.ભોજનમાં વિવિધ પ્રકારના શાક,ઉપરાંત છાસ પણ પીરસવામાં આવે છે.

(9:35 pm IST)