Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

સૌરાષ્ટ્ર-કચ્છમાં કેટલાક ભાગોમાં વરસાદ : બંગાળની ખાડીમાં લો પ્રેસર સક્રિય અંબાલાલ પટેલની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 64 તાલુકામાં વરસાદ

સૌથી વધુ કલ્યાણપુરમાં 6.5 ઇંચ વરસાદ નોંધાયો

ગુજરાતમાં હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલ હવામાનને લઈને આગાહી કરતા રહે છે.  આ વખતે પણ અંબાલાલ પટેલ ગુજરાતમાં કઈ તારીખે કયા વિસ્તારમાં વરસાદ થશે તેની આગાહી કરી છે, હાલમાં કચ્છ અને સૌરાષ્ટ્ર ના ઘણા ભાગોમાં વરસાદ છે અને કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ છે. આમ છતાં હજુ ઉત્તર, મધ્ય ગુજરાતના ભાગોમાં સારા વરસાદના વાવડ નથી.

આગામી તારીખ 23, 24, 25 માં ગુજરાત, સૌરાષ્ટ્ર ના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. તા.26-27 માં ઘણા ભાગોમાં વધુ વરસાદની શક્યતા રહે.શે

ગુજરાતમાં વરસાદ ના લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થયું છે.તેને કારણે મધ્ય ગુજરાત માં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદને લઇને કરવામાં આવેલ આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 64 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ કલ્યાણપુરમાં 6.5 ઇંચ વરસાદ નોંધાયો છે.

(9:12 pm IST)