Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

અમદાવાદના શાહપુરમાં નાના બાળકો સાથે રથયાત્રા નિકાળનાર4 આયોજકો સામે જાહેરનામા ભંગનો ગુન્હો : તમામની ધરપકડ

તમામ લોકોને હાલ જામીન પર છોડી દેવામાં આવ્યા હતા.

અમદાવાદના શાહપુરમાં સોમવારના રોજ નાના બાળકો સાથે મળી એક મિની રથયાત્રા નિકળવામાં આવી હતી. જેથી આયોજકો સામે પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ઘટનામાં 4 લોકોની ધરપકડ કરી પોલીસે તેઓને જામીન પર મુક્ત કરી દીધા હતા.

દેશમાં કોરોના વાયરસના ભયના કારણે પુરી સિવાય તમામ જગ્યાએ રથયાત્રા રદ્દ કરી દેવામાં આવી હતી. જો કે, અમદાવાદ શહેરમાં ગત મોડી રાત્રે ગુજરાત હાઈકોર્ટમાં 7 દલીલોના કારણે મોડે સુધી સુનવણી ચાલી હતી જેમાં ગુજરાત હાઈકોર્ટે કોરોના વાયરસને ધ્યાનમાં રાખી રથયાત્રા પર રોક લગાડી દેવામાં આવી હતી. પરતું રથને મંદિરના પેરિસરમાં જ ફરાવવામાં આવ્યું હતું. ગત સોમવારના રોજ નાના બાળકો સાથે મળી એક મિની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી પોલીસે જાહેરનામાં ભંગ હેઠળ 4 આયોજકની ગુનો નોંધી તેઓની ધરપકડ પણ કરી હતી. જો કે તે તમામ લોકોને હાલ જામીન પર છોડી દેવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરના શાહપુર વિસ્તારમાં ગતરોજ નાના બાળકો સહિત લોકોએ નાની રથયાત્રા કાઢી હતી. જેમાં રમકડાના અખાડા, ભગવાન જગન્નાથના રથ સાથે ઘણા લોકો જોડાયા હતા. જો કે આ બનાવની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને તમામ લોકોને રોકી આ કાર્યકર્મ બંધ કરવા માટેની સૂચના પણ આપવામાં આવી હતી. જો કે, જાહેરનામા ભંગ હેઠળ પોલીસે 4 આયોજકોની ધરપકડ કરી તેઓને જામીન પર છોડી દેવામાં આવ્યા હતા.

 143 વર્ષમાં પહેલીવાર જગન્નાથ મંદિરેથી રથયાત્રા અમદાવાદના રસ્તા પર ફરવાને બદલે માત્ર મંદિરના પ્રાંગણમાં જ ફરી હતી. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લેતા હાઈકોર્ટે રથયાત્રા કાઢવાની મંજૂરી આપવાનો ઈનકાર કરતાં આજે સવારની મંગળા આરતી, પહિંદ વિધિ બાદ રથયાત્રાનું વિધિવત રીતે પ્રસ્થાન થયું હતું, પરંતુ રથ મંદિરની બહાર નહોતા નીકળ્યા.

(7:31 pm IST)