Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

અરવલ્લી-સાબરકાંઠા જિલ્લાઓમાં રથયાત્રાના પાવન પર્વે રામદેવ મંદિરો સહિતના દેવ મંદિરોમાં ભાવિકોએ દર્શન કર્યા

મોડાસાના મહાદેવગ્રામ પાસે પ્રાચિન રાજપૂર રામદેવજી મંદિરે પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને બાબાના ભક્તો ઉમટી પડ્યા

 

( પ્રભુદાસ પટેલ દ્વારા ) મોટી ઇસરોલ: આજે અષાઢીબીજનું રથયાત્રાનું પાવન પર્વ પોતાના નજીકના દેવિદેવતાઓના મંદિરોમાં જઈને સોશિયલ ડિસ્ટ્રેનસિંગ જાળવીને ભક્તોએ ઉજવ્યું હતું.ભલે રથયાત્રામાં જઈને આ વર્ષે ભગવાનના દર્શન કરવાનું સદભાગ્ય નથી સાંપડ્યું પણ

 

મંદિરોમાં જઈને ભગવાનના દર્શન,પૂજા-અર્ચના કરીને સપરિવાર લોકોએ રથયાત્રાનું પર્વ ઉત્સાહ ઉમંગભેર ઉજવ્યું હતું.
      રથયાત્રા અષાઢી બીજે આવે અને બીજનો દિવસ દ્વારિકાધીશના અવતાર ભગવાન રામદેવજીના ભક્તો માટે મોટો મહિમા ધરાવતો ઉમંગ ઉત્સાહનો દિવસ છે ત્યારે બાર બીજના ધણી ..કળિયુગના હાજરાહજૂર ભગવાન રામદેવજીની બીજ હોઈ શ્રદ્ધાળુઓમાં ઉમંગ અને અલૌકિક ખુશીનો માહોલ જોવા મળતો હતો.આમેય કમનસીબે  કોરાનાએ  ત્રણ ત્રણ મહિનાથી દેવ મંદિરો લોકડાઉનમાં બંધ રહેતા ત્રણ માસ પછી આજે બીજના દિને મંદિરો ખુલ્લાં હોઈ દૂર દૂરથી આજે ભાવિકો મોડાસાના મહાદેવગ્રામ પાસે પ્રાચિન રાજપૂર રામદેવજી મંદિરે  દર્શને ઉમટી પડ્યા હતા અને સોશિયલ ડિસ્ટ્રેનસિંગ જાળવ્યું હતું.
અરવલ્લી-સાબરકાંઠા જિલ્લાઓમાં રથયાત્રાના પાવન પર્વેરામદેવ મંદિરો સહિતના દેવ મંદિરોમાં ભાવિકોએ દર્શન કર્યાહતા અને ધન્યતા અનુભવી હતી .

(7:17 pm IST)