Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

વલસાડ જિલ્લામાં નવા ચાર કોરોના પોઝીટીવ કેસ: કુલ કેસની સંખ્‍યા ૭૬ થઇ

અબ્રામા ઝરણાપાર્કના ૩૫ વર્ષીય પુરુષ, વાપી-ડુંગરા, ગ્રીનસીટીના ૩૨ વર્ષીય પુરુષ, વાપી-જી.આઇ.ડી.સી. પ્‍લોટ નં.૩૫ના ૪૯ વર્ષીય પુરુષ અને વાપી-નૂતન નગરની ૨૫ વર્ષીય સ્ત્રીનો રિપોર્ટ પોઝિટિવ

વલસાડ: વલસાડ જિલ્લા આરોગ્‍ય વિભાગ દ્વારા મળેલી વિગતો અનુસાર જિલ્લામાં કોવિડ-૧૯ના નવા ચાર કેસો નોંધાતા આજદિન સુધીમાં નોંધાયેલા જિલ્લાના કુલ કેસોની સંખ્‍યા ૭૬ થઇ છે. જ્‍યારે જિલ્લા બહારના ૨૩ કેસો છે. નોંધાયેલા પોઝીટીવ કેસો પૈકી જિલ્‍લાના ૪૭ જિલ્લા બહારના ૧૨ દર્દીઓ સાજા થયા છે અને ત્રણ વ્‍યક્‍તિના મરણ થયાં છે. આમ જિલ્લાના ૨૪ અને જિલ્લા બહારના ૯ પોઝીટીવ કેસ એક્‍ટિવ છે. જિલ્લામાં આજદિન સુધી ૪૯૩૮ સેમ્‍પલ લેવાયા છે, જે પૈકી ૪૮૫૫ સેમ્‍પલ નેગેટીવ અને ૭૬ સેમ્‍પલ પોઝીટીવ આવ્‍યા છે.

આજે નોંધાયેલા નવા ચાર કોવિડ-૧૯ પોઝીટીવ કેસોમાં વલસાડ તાલુકાના અબ્રામા ઝરણાપાર્કના ૩૫ વર્ષીય પુરુષ, વાપી-ડુંગરા, ગ્રીનસીટીના ૩૨ વર્ષીય પુરુષ, વાપી-જી.આઇ.ડી.સી. પ્‍લોટ નં.૩૫ના ૪૯ વર્ષીય પુરુષ અને વાપી-નૂતન નગરની ૨૫ વર્ષીયસ્ત્રીનો સમાવેશ થાય છે.
  આજની તારીખે જિલ્લામાં ૧૮૭૯ વ્‍યક્‍તિઓ હોમ કોરોન્‍ટાઇન, ૧૧૭ સરકારી ફેસીલીટીમાં અને ૩૫ પ્રાઇવેટ ફેસીલીટીમાં મળી કુલ ૨૦૩૧ વ્‍યક્‍તિઓ કોરોન્‍ટાઇન તેમજ કમાન્‍ડ કંટ્રોલરૂમ ખાતે ૩૪૯૬, ૧૦૪ ઉપર ૧૧૫ અને ૧૦૮ ઉપર ૫૨૫ કોલ મળ્‍યા હોવાનું વલસાડ જિલ્લા આરોગ્‍ય અધિકારી દ્વારા જણાવાયું છે.

(7:14 pm IST)