Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

ગાંધીનગર:કરાઈ નજીક ટ્રકે બાઇકને હડફેટે લેતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત મિત્રના માતાનું મૃત્યુ

ગાંધીનગર:શહેર આસપાસના હાઈવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગઈકાલે શહેર નજીક કરાઈ પાસે બાઈક ઉપર મિત્ર અને તેની માતાને બેસાડી મંદિરે જઈ રહેલા નરોડાના યુવાનના બાઈકને ટ્રકે અડફેટે લીધું હતું અને તેમાં ગંભીર રીતે ઘવાયેલા મિત્રની માતાનું મોત નીપજયું હતું. ઘટના અંગે ડભોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે

માર્ગો ઉપર હવે વાહન વ્યવહાર પૂર્વવત થઈ ગયો છે ત્યારે અકસ્માતની ઘટનાઓ પણ વધી રહી છે. અગાઉની જેમ હીટ એન્ડ રનની ઘટનાઓએ પણ માથું ઉંચકયું છે ત્યારે ગઈકાલે કરાઈ પાસે આવી એક ઘટનામાં મહિલાનું મોત નીપજયું હતું. ઘટનાની મળતી વિગતો પ્રમાણે અમદાવાદના નરોડા ખાતે ખોડીયારનગર વિભાગ-રમાં રહેતો યુવાન કલ્પેશ અમરસિંહ સોલંકી બાઈક લઈને જઈ રહયો હતો તે દરમ્યાન નરોડા પાસે તેનો મિત્ર પ્રભુ ઉર્ફે ચકો જયંતિભાઈ પરમાર તેમજ તેની માતા પ્રેમિલાબેન રોડ ઉપર ઉભા હતા. માતા પુત્રને કરાઈ ગોગા મહારાજના મંદિરે દર્શન કરવા જવાનું હોવાથી માતા-પુત્રને બાઈક ઉપર બેસાડયા હતા અને કરાઈ જવા નીકળ્યા હતા

(6:09 pm IST)