Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

ખેડા તાલુકામાં ફેકટરીઓ દ્વારા છોડવામાં આવતા પાણીથી ખેતરોના પાકને નુકશાન પહોંચતા ખેડૂતોએ પોલીસ ફરિયાદ નોંધાવી

ખેડા:તાલુકાના ખેડૂતોએ ખેડા સ્થાનિક પોલીસ મથકે અરજી આપી છે. જેમાં જણાવ્યું છે કે ખેડા તાલુકાની કેટલીક ફેક્ટરીઓ દ્વારા છોડાતા પાણીને કારણે ખેતરોના પાકને નુકશાન થાય છે. છેલ્લાં કેટલાય સમયથી ખેડૂતોના પડતર પ્રશ્નોનો નિકાલ નહિં થતો હોવાથી આગામી દિવસોમાં ગાંધી ચીંધ્યો માર્ગ અપનાવશે.

ખેડૂતોએ આપેલ અરજીમાં જણાવ્યું છે કે, ખેડૂતોની જમીનમાં ક્રુડ ઓઈલ અને કેમીકલવાળું પાણી વહન કરતી પાઈપલાઈનોનું જાળું બીછાવેલું છે. આવી પાઈપલાઈનોમાંથી ઘણા વર્ષોથી સતત લીકેજ થતું રહે છે. આવી રીતે લીકેજ થવાથી વર્ષ ૨૦૦૫ પહેલાંથી અમારી ખરાબ થયેલ જમીન અને વળતરની યાદી બની ગઈ હોવાં છતાં ઓએનજીસી વળતર આપતી નથી. વળતર લેવા માટે અમે વાહનો અટકાવ્યા હતા જેથી ઓએનજીસી અમદાવાદ ઓફીસેથી જમીન સંપાદન વિભાગના અધિકારીઓએ પણસોલી ગામની પંચાયત ઓફીસે આવીને ખેડૂતોની રજુઆતો સાંભળી હતી અને તેમના માગ્યા મુજબ વળતરનીયાદી આપી હતી. ત્યારે તેમણે જણાવેલ કે ચાર દિવસમાં યાદી મુજબનું વળતર મળી જશે પરંતુ એક અઠવાડીયા સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને અઠવાડીયા પછી અધિકારીઓ બહાના બતાવી રહ્યાં છે.  

(6:08 pm IST)