Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

સુરતના પાંડેસરામાં સામાજિક કાર્યકર વિરુદ્ધ ફેસબુક પર અભદ્ર લખાણ કરી બદનામ કરવાની ધમકી આપનાર વિરુદ્ધ ગુનો દાખલ

સુરત: શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતી યુપીની રાજકીય પાર્ટીની સક્રિય કાર્યકતા એવી સામાજીક કાર્યકરના વિરૂધ્ધ ફેસબુક પર અશ્લીલ લખાણ અને વિડીયો અપલોડ કરી બદનામ કરવા ઉપરાંત પોતાની રખેલ બનવાનું કહી અભદ્ર માંગણી કરનાર પત્રકાર વિરૂધ્ધ પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે.

પાંડેસરા વિસ્તારમાં રહેતી નયના (નામ બદલ્યું છે) ના જમીન દલાલીનો વ્યવસાય કરતા પતિના આઝાદસિંગ ઓમપ્રકાશસિંગ રાજપુત (રહે. જય અંબે નગર, પાંડેસરા) વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે

અઠવાડિયા અગાઉ આઝાદસિંગે પોતાના ફેસબુક આઇડી પરથી સામાજીક કાર્યકર નયનાના અશ્લીલ લખાણ વાળી પોસ્ટ અને વિડીયો અપલોડ કર્યો હતો. પરંતુ ગણતરીના કલાકોમાં તમામ વિડીયો રીમુવ કરી દીધા હતા. જેની જાણ નયના અને તેના પતિને થઇ હતી. જેથી પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો

(6:08 pm IST)