Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

સુરતના નવાપુરા ચોક્સી બજારમાં જવેલર્સમાં સેલ્સમેન તરીકે કામ કરતા યુવક -યુવતીએ 8 લાખના દાગીના છુમંતર કરી છેતરપિંડી આચરતા ગુનો દાખલ

સુરત:શહેરના નવાપુરા ચોક્સી બજારમાં આવેલા ડાહ્યાભાઈ રણછોડદાસ જવેલર્સમાં સેલ્સમેન તરીકે કામ કરતા વરાછાના યુવક અને યુવતીએ રૂ.8 લાખની કિંમતની સોનાની ચેઇનનું પડીકું લઇ જઈ છેતરપિંડી આચરતા મહિધરપુરા પોલીસે જવેલરની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, સુરતના પાર્લે પોઈન્ટ સર્જન સોસાયટી ઉતર ગુજરાત પટેલનગરની બાજુમા કરૂણાસાગર સોસાયટી ઘર નં. 1/ માં રહેતા 69 વર્ષીય અજીતકુમાર ડાહ્યાભાઈ ચોકસી નવાપુરા ચોકસી બજાર પારસી શેરી 3/137,186 માં ડાહ્યાભાઈ રણછોડદાસ જવેર્લસના નામે જવેલરી શોપ ધરાવે છે. તેમને ત્યાં સેલ્સમેન તરીકે પાંચ યુવક-યુવતી નોકરી કરે છે. તે પૈકી હાર્દિક વિનુભાઈ ડોડીયા ( રહે.17/040, સોહમ એપાર્ટેમેન્ટ, નવી શક્તિ વિજય સોસાયટી પાસે, હિરાબાગ સર્કલ, વરાછા, સુરત અને ઋતિકા જગદીશભાઈ નાથાણી ( રહે.272, વર્ષા સોસાયટી, માતાવાડી, વરાછા, સુરત ) ગત 16 માર્ચના રોજ જવેલરે સોનાના દાગીના લેવા મુકવા માટે રોજની જેમ આપ્યા હતા તેનો ફાયદો ઉઠાવી રૂ.8 લાખની કિંમતનું સોનાની ચેઈનનુ 200 ગ્રામનું પડીકું સેરવી લીધું હતું અને લઇ ગયા હતા. રાત્રે સ્ટોક ગણતરીમાં અંગે જાણ થતા જવેલરે તમામ સેલ્સમેનની પુછપરછ કરી હતી તેમજ સીસીટીવી ફૂટેજ ચકાસતા હાર્દિક અને ઋતિકા ભોંયરામાંથી ઉપર મોડા આવતા નજરે ચઢ્યા હતા.

(6:07 pm IST)