Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

પાદરા તાલુકાના ધોબીકુવા ગામેથી પોલીસે પીકઅપ ગાડીનો પીછો કરી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

પાદરા:તાલુકાના ધોબીકુવા ગામેથી પોલીસે પીછો કરી એક પીકઅપ ગાડીને ઝડપી પાડી ગાડીમાં મુકેલા બેરલમાં સંતાડી રાખેલો દારૃનો જથ્થો ઝડપી પાડયો હતો. ગાડી મુકીને ફરાર થઇ ગયેલા કેરિયરને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે.

અંગેની વિગત એવી છે કે આજે સાંજે વડુ પોલીસનો સ્ટાફ ધોબીકુવા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે એક પીકઅપ ગાડી પૂરઝડપે પસાર થતા તેને રોકવાનો પ્રયત્ન પોલીસે કરવા છતા ગાડી ઉભી રહી ના હતી અને ચાલકે ભગાવી મુકી હતી. પોલીસે પણ ગાડીનો પીછો કર્યો હતો. ભોજ ગામ પાસે ગાડી આવતા ટેકરાવગાના એક ખેતર તરફ ગાડી વાળી ચાલક ગાડી મુકીને ફરાર થઇ ગયો હતો.

(6:05 pm IST)