Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

વડોદરા:એપાર્ટમેન્ટમાં પાર્કિંગ કરેલ કાર હટાવવા બાબતે ઝઘડો થતા મહિલાના ઘરમાં ઘુસી જીવલેણ હુમલો કરવામાં આવ્યો

વડોદરા:એપાર્ટમેન્ટના પાર્કિંગમાં મૂકેલી કાર હટાવવા બાબતે ઝઘડો થતા મહિલાના ઘરમાં ઘૂસી હુમલો કરવામાં આવ્યો  હતો. જે અંગે મકરપુરા પોલીસે ગુનો  નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દંતેશ્વર તરસાલી રીંગ રોડ પરના રાજાનંદ  ડ્રવેલીંગ એપાર્ટમેન્ટમાં રહેતા રહીશો માટે અલગ અલગ જગ્યા આપવામાં આવી છે. એપાર્ટમેન્ટમાં રહેતા સુચિતાબેન અનિલભાઈ જવેજલેને જે જગ્યા પાર્કિંગ માટે એલોટ કરવામાં આવી છે. તે જગ્યા પર શીતલબેન ગુરવની સ્કોર્પીયો કાર પાર્ક થઈ હતી. જેથી સુચિતાબેને સ્કોર્પીયો કાર હટાવી લેવા માટે શીતલબેનને કહ્યું હતું  જે અદાલત રાખી શીતલબેન, રૃપલબેન તથા હર્બ ગોસ્વામી સુચિતાબેનના ઘરે ગયા હહતા. શીતલબેન તથા રૃપલબેને ઘરમાં ઘૂસીને સુચિતાબેનને માર માર્યો હતો. ઉપરોક્ત ફરિયાદ  અંગે મકરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(6:05 pm IST)