Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

વડોદરા:ન્યુ સમારોડ પર 40વર્ષીય યુવકે અગમ્ય કારણોસર બપોરના સુમારે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

વડોદરા: શહેરના ન્યૂ સમારોડ ચાણક્યપુરી પાસે અભિલાષા સોસાયટીમાં રહેતા ૪૦ વર્ષના યુવકે બપોરે ઘરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જે અંગે ફતેગંજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે અભિલાષા સોસાયટીમાં રહેતો નરેન્દ્રભાઈ પટેલ ..૪૦ ડ્રાઈવીંગ કામ કરતો હતો. આજે બપોરે તે ઘરે હતો જયારે તેની પત્ની પુત્રીને લઈને બહાર ગઈ હતી. તે સમયે ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો. સાંજે પાંચ વાગ્યે તેની પત્નીએ ઘરે આવીને પતિને લટકતા જોતા બૂમાબૂમ કરી હતી. જેથી લોકો ભેગા થઈ ગયા હતા. અને સત્યેનને સયાજી હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ સારવાર મળે તે પૂર્વે સત્યેનનું મોત થયુ હતુ.

(6:04 pm IST)