Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

વડોદરાના છાણી વિસ્તારમાં પાંચ સંતાનના પિતાને પરણિત પ્રેમિકા સાથે પ્રેમ થઇ જતા સમાજના ડરથી બંનેએ ઝેર ગટગટાવ્યું

વડોદરા: છાણી ગામ ભગત મહોલ્લામાં રહેતા પાંચ સંતાનોના પિતા અને પાદરામાં રહેતી તેની પરિણીત પ્રેમિકાએ દુમાડ ચોકડી પાસે ઝેરી દવા પી લેતા બંન્નેનું સયાજી હોસ્પિટલમાં  સારવાર દરમિયાન મોત થયું છે. પરિણીત પ્રેમીપંખીડાએ કયા કારણસર આપઘાત કર્યો ? તે દિશામાં છાણી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

છાણી પોલીસ સ્ટેશનના સૂત્રોના જણાવ્યા અનુસાર  છાણીગામ ભગત ફળિયામાં રહેતા ૨૬ વર્ષના  વિક્રમ જીવાભાઇ માળીને પાંચ સંતાન છે. વિક્રમ છુટક મજુરી કામ અને તેની પત્ની ઘરકામ કરે છે. વિક્રમ માળીને પાદરા ગામ માળી મહોલ્લામાં રહેતી હેમાબેન કિરણભાઇ માળી (ઉં..૨૯) સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. હેમાબેન પણ પરિણીત છે અને તેને બે સંતાનો છે. ગઇકાલે સવારે ૧૦ વાગ્યે વિક્રમ માળી અને હેમાબેન માળી દુમાડ ચોકડી કાલકા માતાના મંદિરે મળ્યા હતા. પ્રેમીપંખીડાએ ઝેર પી લેતા  બંન્નેની તબિયત કથળી હતી. ત્યારબાદ વિક્રમે ફોન કરીને પોતાના સાળાને અંગે જાણ કરી હતી. જેને વિક્રમની બહેનને ઘટના અંગે જણાવ્યું હતું

(6:04 pm IST)