Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

વડોદરા:કલાલી બ્રિજ નીચે વુડાના મકાનમાં નજીવી બાબતે મારામારી થતા બે મહિલા સહીત ચાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત

વડોદરા:કલાલી બ્રિજ નીચે તથા માધવનગર વુડાના મકાનમાં નજીવી બાબતે મારામારી થતા બે મહિલા સહિત ચારને ઈજા થઈ હતી.

મૂળ દાહોદના અને હાલમાં કલાલી બ્રિજ નીચે ઝૂંપડામાં રહેતા હેમરાજ લાલુભાઈ સંગાડા ડ્રાઈવીંગ કરે છે. ગઈકાલે રાત્રે હેમરાજભાઈ તથા તેમનો પરિવાર ઘરે હતો. તે સમયે તેમના ઘરની નજીક ભૂરો સંતોષભાઈ તથા અન્ય લોકો મોટે મોટેથી બૂમો પાડીને વાતો કરતા હતા. જેથી હેમરાજે તેઓને મોટેથી વાતો કરવાની ના પાડતા સંતોષ  નિકમે ઊશ્કેરાઈને લાકડીથી હુમલો કરી હેમરાજ તથા તેમના પુત્રને ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

બનાવ સંદર્ભે અન્ય એક ફરિયાદ સુનિલ પાટનેએ હેમરાજ સંગાડા સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે મારા ઘર પાસે રહેતા હેમરાજ સંગાડા અન્ય સાથે ઝગડો કરતા તા. જેથી, હું છોડાવવા વચ્ચે પડતાં હેમરાજે મને લાકડીથી માથામાં ઈજા પહોંચાડી હતી.

(6:03 pm IST)