Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

વડોદરામાં ચોમાસાને ધ્યાનમાં લઈને જર્જરિત મકાનોમાં રહેતા લોકોને સાવચેત કરવામાં આવ્યા:704 જર્જરિત મકાનોને નોટિસ ફટકારવામાં આવી

વડોદરા:ચોમાસુ શરૂ થતા વડોદરામાં ભારે વરસાદ અને તોફાની પવનને કારણે જર્જરિત મકાનો પડી જવાના બનાવો બને છે અને જાનમાલને નુકસાન થાય છે. વડોદરા કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ જર્જરિત મકાનમાં રહેતા લોકોને સાવચેત કર્યા છે. શહેરમાં આશરે 704 જર્જરિત મકાનોને નોટિસો અપાઇ છે.

વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ જર્જરિત મકાનો આવેલા છે. વિસ્તારમાં 492 નોટિસ અપાઇ છે પછી પશ્ચિમ ઝોનમાં 127 ઉત્તર ઝોનમાં 42 અને દક્ષિણ ઝોનમાં 43 નોટિસો અપાઇ છે.

કોર્પોરેશને જર્જરિત મકાનોના માલિકો અને ભાડુઆતના કોર્ટ કેસ ચાલતા હોય તેવી તકરારી મિલકતોમાં રહેતા લોકોને નોટિસમાં જણાવ્યું છે કે જર્જરિત મિલકતોમાં રહેવું જોખમી છે અને તેમાં પ્રવેશ પણ કરવો લોકોએ પણ આવી મિલકતો પાસેથી પસાર થવું તેવી સલાહ અપાઈ છે.

(6:03 pm IST)