Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

અમદાવાદમાં કોરોના દરમ્યાન ઘાટલોડિયામાં કચરામાં પીપીઈ કીટ નાખી દેનાર શિવમ હોસ્પિટલને પાંચ લાખની પેનલ્ટીની નોટિસ ફટકારવામાં આવી

અમદાવાદ: શહેરમાં કોરોનાના અત્યંત ચેપી રોગચાળા દરમ્યાન હોસ્પિટલોમાંથી નીકળતા બાયોમેડિકલ વેસ્ટ, પીપીઈ કીટ, હેન્ડગ્લોઝ, માસ્ક વગેરે ગમે ત્યાં ત્યાં ફેંકાતા હોવાની ગંભીર ફરિયાદ ઊભી થવા પામી છે.

ઘાટલોડિયા વિસ્તારમાં કચરો એકત્ર રતી ખુલ્લી વાનમાં પીપીઈ કીટ વગેરે લઈ જવાતી હોવાના મુદ્દે વિવાદ ઊભો થયો છે. માટે શિવમ મેટરનીટી હોમને પાંચ લાખની પેનલ્ટીની નોટિસ, તેમજ આદિત્ય હોસ્પિટલને બેદરકારી બદલ નોટિસ સોલીડ વેસ્ટ ખાતાએ ફટકારી છે.

અંગેની વિગતો એવી છે કે કેટલીક હોસ્પિટલોવાળા સાદા કચરાની વચમાં વપરાયેલાં પીપીઈ કીટ, હાથમોજા, માસ્ક ઘુસાડી દેતા હોયછે. જે ખુલ્લી કચરાની ગાડીમાં લઈ જવાતા ચેપ વધુ ફેલાવાનો ભય પેદા થાય છે.

(6:02 pm IST)