Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

લોકોએ હવે રોગપ્રતિકારક શકિત વધારતી દવાઓનું સેવન વધાર્યુ

અમદાવાદ, તા.૨૩: સરકારે અનલોક ૧ જાહેર કરીને દેશને લોકડાઉનમાંથી બહાર કાઢવા ખતરારૂપી નિર્ણય કર્યો છે. જોકે આ સ્થિતિને સમજીને લોકો હવે ફરી રોગપ્રતિકારક શકિત વધારતી દવા અને અન્ય પ્રોડકટ તરફ વધુ ધ્યાન આપી રહ્યાં છે.

પ્રોન્ટો કન્સલટ રીટેલ અને કન્ઝયુમર રીપોર્ટ અનુસાર ૧થી ૨૦મી જુન સુધીમાં ની ખરીદી ૯૧% થઈ છે. ૧૭મી મેથી ૧લી જુન વચ્ચે ઈમ્યુનિટી બૂસ્ટરની ખરીદી ૭૧% હતી,જે આ મહિને વધીને ૯૧% થઈ છે.

માત્ર ઈમ્યુનિટી વધારવા માટેની દવા અને અન્ય પ્રોડકટ જ નહિ પરંતુ, ન્યુટ્રાસ્યુટિકલ પ્રોડકટ્સની પણ ડિમાન્ડ વધી છે.

મહત્વની વાત એ છે કે લોકો હવે દ્યરમાં જ તાવ અને શરદીની દવાનો સંગ્રહ કરી રહી છે. કફ અને કોલ્ડ સીરપની ખરીદી આ સમયગાળામાં બમણી થઈ છે. જોકે ઈમરજન્સી કોન્ટ્રાસેપ્ટીવની માંગ અડધી થઈ છે તો સામાન્ય કોન્ટ્રાસેપ્ટીવની ખરીદી ૯૩%થી ઘટીને ૩૨% થઈ છે.

લોકડાઉન બાદ હવે અનલોકમાં ચોતરફ બધું જ ખુલતા ઘરમાં સુરક્ષા અને સ્વચ્છતાના પ્રોડકટસની માંગ ઘટી છે. વેકસ સ્ટ્રીપની ખરીદી ૧૯%થી હવે માત્ર ૨% જ થઈ છે.

(3:55 pm IST)