Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીને કોરોના પોઝિટિવ આવતા મુખ્ય ચૂંટણી કમિશનર સહિત 20 અધિકારી-કર્મચારીઓ હોમ ક્વોરન્ટાઇન

ચૂંટાયેલ સાંસદ ,ધારાસભ્ય હિંમતસિંહ પટેલને પણ હોમ ક્વોરેન્ટાઇન થવાની ફરજ પડી

ગાંધીનગર: ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને તેમની અંગત વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ મુખ્ય ચૂંટણી કમિશનર ડૉ. મુરલી ક્રિષ્ણન, અધિક મુખ્ય ચૂંટણી કમિશનર અશોક માણેક, ચૂંટણી અધિકારી ચેતન પંડ્યા, ચૂંટણીના નીરિક્ષક એક્સ આઇએએસ ઓફિસર સહિત અધિકારીઓ-કર્મચારીઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.

રાજ્યસભાના ઉમેદવાર ભરતસિંહ સોલંકીનો કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમણે સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ભરતસિંહનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ અને રાજ્યસભાના ભાજપના સાંસદ અભય ભારદ્વાજ પણ હોમ ક્વોરન્ટાઇન થયા છે

  . આ ઉપરાંત અમદાવાદના ધારાસભ્ય હિંમતસિંહ પટેલને પણ હોમ ક્વોરન્ટાઇન થવાની ફરજ પડી છે. મુખ્ય ચૂંટણી કમિશનર ડૉ. મુરલી કિષ્ણન, અધિક મુખ્ય ચૂંટણી કમિશનર અશોક માણેક રાજ્યસભાની ચૂંટણીમાં નીરિક્ષક તરીકે આવેલા મધ્ય પ્રદેશના એક્સ આઇએએસ ઓફિસર રાઘવચંદ્ર, ચૂંટણી અધિકારી ચેતન પંડ્યા સહિત મુખ્ય ચૂંટણી કમિશનર કચેરીના કર્મચારીઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.

રાજ્યસભાની ચૂંટણીના દિવસે ભરતસિંહ અને શક્તિસિંહ ગોહિલે બપોરનું ભોજન સાથે લીધુ હતું, જેને કારણે શક્તિસિંહ પણ હોમ ક્વોરન્ટાઇન થયા છે. વિધાનસભામાં વિરોધ પક્ષ કાર્યાલયના ચાર-પાંચ કર્મચારીઓને પણ હોમ ક્વોરન્ટાઇન કરાયા છે.

સામાન્ય વહીવટ વિભાગના ઉપસચિવ કલ્પેશ ભટ્ટનો કોરોના પોઝિટિવ આવતા તેમણે સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(8:42 pm IST)