Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

સુરતમાં હીરા બાદ કાપડ ઉદ્યોગમાં પણ કોરોના વિસ્ફોટથી તંત્રની ચિંતા વધી

છેલ્લા 15 દિવસના કુલ કેસમાંથી 35 ટકા હીરાના કારીગરો, 25 ટકા કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોના આવ્યા

સુરત : સુરતમાં છેલ્લા કેટલાય દિવસોથી કોરોના પોક્સિટિવ કેસની સંખ્યામાં જબરો અવધારો થઇ રહયો છે હાલમાં જે કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યાં છે તેમાં સૌથી વધુ ૩૫ ટકાથી પણ વધારે દર્દીઓ હીરા ઉદ્યોગના છે તો હવે ટેક્સટાઇલ માર્કેટના વિસ્તારના કેસો પણ આવવાનું શરૃ થયુ છે. ઘણી ઓછી કાપડ માર્કેટ શરૂ થઇ છે છતા પચ્ચીસ ટકા કેસ કાપડ અને ટેક્સટાઇલ ઉદ્યોગમાંથી આવતા થયા છે. હીરા બાદ કાપડ ઉદ્યોગમાં કોરોના વિસ્ફોટથી મ્યુનિ. તંત્ર ટેન્શનમાં છે

   છેલ્લા પંદરેક દિવસથી કોરોના પોઝીટીવ દર્દીઓ આવી રહ્યાં છે તેમાં 35 ટકા હીરાના કારીગરો, 25 ટકા કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો અને 20 ટકા સુપર સ્પ્રેડર્સ બહાર આવી રહ્યા છે. આ ઉપરાંત મ્યુનિ. તંત્ર માટે ચિંતાનો વિષય એ પણ છે કે 30 ટકા જેટલા દર્દીઓ રહેણાંક સોસાયટીમાંથી આવી રહ્યાં છે.

(2:39 pm IST)