Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

બોટાદ જિલ્લામાં કોરોનાના વધુ બે કેસ પોઝીટીવ : સહકાર નાગર અને લાખ્યાણી ગામમાં કોરોના ઘુસ્યો : જિલ્લામાં કુલ કેસ 76 થયા

બોટાદ :રાજ્યમાં સતત કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે બોટાદ જીલ્લામાં વધુ બે કોરોના કેસ સામે આવ્યા છે. બોટાદ જિલ્લા માટે ચિંતાજનક સમાચાર મળી રહ્યા છે.

 બોટાદ જીલ્લામાં કોરોનાના નવા બે પોઝિટિવ કેસ નોંધાયા છે.જેમાં સહકાર નગર અને લાખ્યાણી ગામે કોરોના કેસ નોધાયો છે. 49 વર્ષીય અને 69 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અત્યાર સુધી જિલ્લામાં કોરોનાના કુલ 76 કેસ નોધાયા છે.

(1:20 pm IST)