Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

બાયડમાં માસ્ક નહિ પહેરવાના દંડની રકમ પેટે સિક્કા આપતા પોલીસે માવાના વેપારીને ફટકાર્યો

વેપારીએ દંડ પેટે પાંચ અને દસ રૂપિયાના સિક્કા આપતા પોલીસે પિત્તો ગુમાવ્યો

અરવલ્લી : કોરોના વાયરસની મહામારી વચ્ચે સરકારે જાહેર સ્થળો પર માસ્ક પહેરાવનું ફરજિયાત કર્યું છે. માસ્ક ન પહેરતા લોકોને 200 રૂપિયા દંડ ફટકારાય છે આ માટે પોલીસને પણ દંડ ફટકારવાની સત્તા આપવામાં આવી છે. આ દરમિયાન અરવલ્લીના બાયડમાં પોલીસે દબંગ બનીને એક માવાના વેપારીને માર માર્યાનો બનાવ સામે આવ્યો છે. આ અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. પોલીસે વેપારીને માસ્ક ન પહેરવા માટે દંડ ફટકાર્યો હતો.

 


બાયડમાં પોલીસે માવાના વેપારીને માર માર્યાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. માસ્ક ન પહેરવા બદલ પોલીસે વેપારીને રૂપિયા 200નો દંડ ફટકાર્યો હતો. વેપારીએ દંડ પેટે પાંચ અને દસ રૂપિયાના સિક્કા આપતા પોલીસે પિત્તો ગુમાવ્યો હતો અને વેપારીને ફટકાર્યો હતો. હવે આ મામલે વેપારીએ પોતાની દુકાનના સીસીટીવી તપાસીને પોલીસ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

(12:45 pm IST)