Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

કાલથી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં વરસાદની શક્યતા : શુક્રવારથી ભારે વરસાદ પડશે : હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી

અમદાવાદ : સૌરાષ્ટ્ર અને ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ વરસ્યો છે ત્યારે  આગામી તા.23, 24, 25માં ગુજરાત, સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. તા.26-27માં ઘણા ભાગોમાં વધુ વરસાદની શક્યતા છે . તેમ અંબાલાલ દા. પટેલે જણાવ્યું છે.

જૂન તા.29થી જુલાઈ તા.7 સુધીમાં રાજ્યના ભાગોમાં અતિભારે વરસાદની શક્યતા પણ રહે. તા.23 જૂને ગતિ બીજ વાદળોમાં ગરકાવ લેતી ઊગે તો સારું. આ દિવસે ગાજવીજ અને વરસાદ હોય તો સારું. અષાઢ સુદ પાંચમે સમીસાંજની વીજળી સારી. લાલ ભડાકા જેવી સારી નહીં.

અષાઢ સુદ છઠ્ઠે વરસાદ થાય તો અતિભારે વરસાદ થવાની સંભાવના રહે. તા.26 સુધીમાં આરાસુરના ભાગો, અરવલ્લીના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના ભાગોમાં, મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદ-ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે. આ અરસામાં પણ સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે વરસાદ થઈ શકે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે.

જુલાઈ તા.2-3માં મુંબઈ-મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે. તા.૭ સુધીમાં પણ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા રહેશે  તેમ અંબાલાલ દા. પટેલે જણાવ્યું છે.

(12:28 pm IST)