Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

અકિલાના અહેવાલની નોંધ લેતા વલસાડ જિલ્લા કલેકટર આર.આર.રાવલ : બ્લાઇન્ડ ક્રિકેટરોની મદદ કરવા આતુર

કલેકટર આર.આર.રાવલએ કહ્યુ કે મે જે ગામના ખેલાડી હશો તેની માહિતીને વિગત મગાવી છે શક્ય હશે એ તમામ મદદ કરીશ

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : બ્લાઇન્ડ ક્રિકેટ વલ્ડકપમાં વિજેતા બની દેશ દુનિયામાં વલસાડ જિલ્લાનું નામ રોશન કરનાર વલસાડ જિલ્લાના અંતરિયાળ ધરમપુર કપરાડા તાલુકાના બ્લાઇન્ડ ક્રિકેટરોની અત્યંત  વિષમ પરિસ્થિતિ વિશે માહિતી અકિલાના અહેવાલ દ્વારા મળતા કલેકટર મદદે આવશે  તેવું તેમણે જણાવ્યુ હતું આજરોજ કલેકટર સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે મે અહેવાલ વાંચ્યો છે અને મે તંત્ર દ્વારા જેટલી મદદ થશે તે કરવા તૈયાર છું

(12:39 am IST)