Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

વલસાડમાં કેટલીક સ્કૂલો દ્વારા કોરા ચેકો લખાવી લેવાની ફરિયાદ : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા શિક્ષણાધિકારીને આવેદન

 

(કાર્તિક બાવીશી દ્વારા  ) વલસાડ : વલસાડમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી ને આજે એક આવેદનપત્ર આપી જણાવ્યું છે કે લોકડાઉનના સમયમાં ખાનગી શાળાઓ દ્વારા વિદ્યાર્થી અને વાલીઓ નું શોષણ કરવામાં આવી રહ્યું છે દરેક વાલીઓને પોતાના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે પીએમ કેન પ્રકારે કેટલી સ્કૂલો દ્વારા કોરા ચેકો લખાવી લેવામાં આવ્યા છે તો કેટલીક સ્કૂલો દ્વારા પ્રવેશફોર્મના નામે રૂપિયા હજાર વસૂલ કરવામાં આવી રહ્યા છે આવી શાળાઓ અને કાયદાકીય રીતે કાર્યવાહી થાય તે જરૂરી છે સંદર્ભે તેમણે આજે જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપ્યું છે

(12:37 am IST)