Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

નર્મદા જીલ્લાના કેવડીયા કોલોનીના SRP ગ્રુપ કંપનીની કોલોની બની કોરોના એપિક સેન્ટર

SRP ગ્રુપ ના 5 જવાનો સહિત તેમના પરિવારની 2 મહિલા મળી 7 પોઝિટીવ કેસ બહાર આવતા હડકંપ

 

(રાજપીપળાનર્મદા જીલ્લા ના કેવડીયા કોલોનીના વિસ્તાર માં આવેલ SRP ગ્રુપ ની કોલોની કોરોના ના કહેર નો ભોગ બની જીલ્લા મા કોરોના પોઝિટિવના દર્દી ઑની સંખ્યાનો એપિક સેન્ટર બનતા સમગ્ર વિસ્તાર મા ભારે હડકંપ મચી જવા પામી છે.

  કેવડીયા કોલોનીના SRP  ગ્રુપના જવાનો સુરત ખાતે પોતાની ફરજ બજાવવા ગયેલા હતા જયાંથી કેવડીયા કોલોની ખાતે પરત ફરતા  એક પછી એક જવાન કોરોના પોઝિટિવ નીકળતા તેમજ તેમના પરિવારના લોકો પણ તેમના સાથે પોઝિટિવ નીકળતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. સુરત ખાતે પોતાની ફરજ માટે ગયેલા જવાનો તા 7મી જુન ના રોજ કેવડીયા કોલોની પોતાના ગ્રુપ ખાતે પરત ફર્યા હતા.જેમાંના એક જવાન નો રિપોર્ટ તા 17 મીના રોજ કોરોના પોઝિટિવ આવ્યો હતો.
 
આજરોજ SRP  ના કેવડીયા કોલોનીના કોલોનીમાં રહેતા 5જવાનો સહિત તેમના 2 પરિજનો કોરોનાના ભરડામાં  સપડાયા હોવાનું બહાર આવ્યું છે.

કોરોના પોઝિટિવ જાહેર થયેલાઓમાં 1) દીનુભાઇ તડવી. 2) દશરથ ખરારીયા 3) જયરામ કે. ખરારીયા 4) મુકેશ મથુરભાઈ પેથરિયા 5) ગીતાબેન દશરથભાઇ ખરારીયા 6) દિલીપભાઇ અમરીશભાઇ વસાવા 7) મીનાબેન દિલીપભાઇ વસાવા નાઓના સેમ્પલ ગતરોજ આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલ જેનાં રિપોર્ટ આજરોજ આવતા 5 SRP  જવાન તેમના 2 પરિજનો ના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા તેઓને રાજપીપળા કોવિડ 19 હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં.
સાથે નર્મદા જિલ્લામા કોરોના પોઝિટિવના દર્દી ઑની સંખ્યા વધીને 54 ઉપર પહોંચી છે.જેમાં SRP  ગ્રુપ ના 17 જવાનો અને તેમના 3 પરિજનો મળી કુલ 20  કોરોના પોઝિટિવ નો સમાવેશ થાય છે.

(12:15 am IST)