Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

રાજ્યના આદિવાસીઓના સંવૈધાનિક અધિકારો સહીત માનવાધિકારોના ગુજરાત સરકાર દ્વારા હનન બાબતે રાજ્યપાલને આવેદનપત્ર

 

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નિગમ ના નિર્મમ શાશકો દ્વારા સરકારના ઈશારે કેવડીયાના આજુબાજુના ૧૪ ગામોના આદિવાસી ખેડુતો ને કોરોના ના કમઠાણ વચ્ચે પણ હેરાન પરેશાન કરવા ના એકમાત્ર ઈરાદા થી ખેતી કરવા દેવા જેવા મુળભૂત અધિકારોને ભોગવવાથી રોકવામાં આવી રહ્યા છે,આદિવાસી ખેડુતોના ખેત ઓજારો અને બિયારણ પોલિસ જપ્ત કરી કાનુની કાર્યવાહી કરી રહી છે અને એક રીતે બ્રિટિશ હકુમતની જેમ આપખુદશાહી રીતે વર્તી રહી છે.

 

તેમજ કેવડિયા વિસ્તાર ગામ લોકોને હાલ સરકાર જે કંઈ થોડા પૈસા આપે છે તે સ્વીકારી લેવા માટે સરદાર સરોવર નર્મદા નિગમ, નર્મદા પોલિસ અને સરકારી અધિકારીઓને ધાકધમકી આપી રહ્યાં છે અને પેકેજ પકડાવી રહયાં છે જેનો વિરોધ કરી ૧૪ ગામ લોકો સાથે આદિવાસી સમાજ ના આગેવાનો હાજર રહી જિલ્લા કલેકટર, જિલ્લા પોલિસ વડા ને રજુઆત કરવામાં આવી તેમજ ગુજરાત ના રાજયપાલ ને સંબોધી સ્ટેચ્યુ ઓફ યુનીટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન સત્તામંડળ રદ્દ કરવા અને વિસ્તારમાં અનુસુચિ - લાગું કરવા માટે આદિવાસી સમાજ દ્વારા માંગ કરવામાં આવી
ગેરબંધારણીય રીતે કરેલી તાર ફેન્સીંગ હટાવવા મા આવે અને આદિવાસી ખેડુતો ને જમીન પર ખેતી કરવા દેવામાં આવે તેમજ ગામ ના આદિવાસી ખેડુતો પર જે ખોટી પોલિસ ફરીયાદ દાખલ કરી આદિવાસી ઓને જે દબાવવા પ્રયત્નો થઈ રહ્યા છે તે બંધ કરવામાં આવે.
વિવાદાસ્પદ અને માનવાધિકારો ના સતત ઉલ્લંઘન બાબતે આદિવાસીઓ વિશાળ સંખ્યામાં રાજપીપળા કલેકટર કચેરી ખાતે ઉમટી પડ્યાં હતાં. અને ગુજરાત ના રાજ્યપાલ ને ઉદ્દેશી ને લખેલા આવેદનપત્ર કલેકટરને સુપરત કરવામા આવ્યો હતો

(12:14 am IST)