Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

નાંદોદ તાલુકાના વડિયા ગામના એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા યુવાને ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

નાંદોદ તાલુકામાં એક જ અઠવાડિયાંમાં આત્મહત્યાનો ત્રીજો બનાવ

 

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદના વડિયા ગામમાં એન્જીનીયરીંગમાં અભ્યાસ કરતા એક આશાસ્પદ યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે.

 રાજપીપળાના વડિયા ગામમા રોયલ સનસીટીમાં રહેતા રોહિતભાઈ વ્યાસનો એકનો એક પુત્ર શિવાંગ રાજકોટ એન્જીનીયરીગ કોલેજમાં અભ્યાસ કરતો હતો, હાલ કોરોનામાં પોતાના ઘરે વડિયા રોયલ સનસીટીમાં રહેતો હતો.

 ગત શનિવારના રોજ એના માતા-પિતા વડોદરા ખાતે ગયા હતા અને રવિવારે સવારે પરત રાજપીપળા આવ્યા ત્યારે એમણે શિવાંગને મૃત હાલતમાં જોતા તેઓનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા હતા.મળતી માહિતી મુજબ શિવાંગ શનિવારે એકલો હતો, કોઈ કારણસર દુનિયાને અલવિદા કહેવાનું વિચારી ધોતિયાનો ગાળિયો બનાવી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

 રવિવારે સવારે માતા-પિતા ઘરે આવ્યા ત્યારે મૃત હાલતમાં લટકતો જોઈ ઘેરા શોકમાં ઉતારી ગયા હતા અને ચીસ પાડતા આખી સોસાયટીના ત્યાં ટોળા એકઠા થયા હતા.રાજપીપળા પોલીસને મામલે જાણ થતાં પી.આઈ. આર.એન.રાઠવા તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આત્મહત્યા નું કારણ શોધવા તપાસ હાથ ધરી છે.

(12:09 am IST)