Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

રાજ્યમાં કોરોનાના નવા 563 કેસ : કુલ કેસની સંખ્યા 27780 થઇ :વધુ 21 લોકોના મોત : મૃત્યુઆંક 1685

અમદાવાદમાં 314 કેસ, સુરતમાં 132, વડોદરામાં 44, જામનગરમાં 10, ગાંધીનગરમાં 7, જૂનાગઢમાં 7, નર્મદામાં 7, આણંદમાં 6, ભરૂચમાં 5, મેહસાણામાં 4 નવા કેસ : વધુ 560 દર્દીઓ સાજા થતા કુલ 19917 લોકોએ કોરોનાને મહાત આપી

અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસે કહેર વર્તાવ્યો છે  છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના વાયરસના 562 નવા કેસ નોંધાયા છે જ્યારે 560 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં હવે અમદાવાદ બાદ સુરતમાં કોરોના વકર્યો છે. સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 132 નવા કેસ નોંધાયા છે જયારે અમદાવાદમાં 314 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે રાજ્યમાં 21 લોકોના નિધન થયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 27780 લોકો કોરોના ઝપટમાં આવી ગયા છે જ્યારે કુલ 1685 લોકોના મૃત્યુ થયા છે.

   રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 314 કેસ, સુરતમાં 132, વડોદરામાં 44, જામનગરમાં 10, ગાંધીનગરમાં 7, જૂનાગઢમાં 7, નર્મદા 7, આણંદ 6, ભરૂચ 5, મેહસાણા 4, ભાવનગર 3, પાટણ 3, ખેડા 3, મહીસાગર 2, સાબરકાંઠા3 2, બોટાદમાં 2, ગીર સોમનાથમાં 2, વલસાડમાં 2, અમરેલીમાં 2, બનાસકાંઠા, પંચમહાલ, રાજકોટ, કચ્છ, સુરેન્ગ્રનગર, નવસારીમાં 1-1 નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 6278 કેસ એક્ટિવ છે. આ પૈકીમાં 67 લોકો વેન્ટિલેટર પર ચે જ્યારે 6211 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 19917 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 1685 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમાં કોરોના વાયરસના કારણે અત્યારસુધીમાં કુલ 27780 લોકો સંક્રમિત થયા છે

રાજ્યમાં કોરોનાના કેસો

અમદાવાદ, તા.૨૨  : ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૫૬૩ કેસ સપાટી પર આવ્યા હતા.  રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.

શહેર

કેસ

અમદાવાદ

૩૧૪

સુરત

૧૩૨

વડોદરા

૪૪

જામનગર

૧૦

ગાંધીનગર

જુનાગઢ

નર્મદા

આણંદ

રૂ

મહેસાણા

ભાવનગર

પાટણ

ખેડા

મહીસાગર

સાબરકાંઠા

બોટાદ

ગીર-સોમનાથ

વલસાડ

અમરેલી

બનાસકાંઠા

રાજકોટ

પંચમહાલ

કચ્છ

સુરેન્દ્રનગર

નવસારી

કુલ

૫૬૩

 

(9:54 pm IST)