Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

રથયાત્રા યોજવા પરેશ ધાનાણીની મુખ્યમંત્રી વિજય રૂપાણીને અપીલ

વિરોધપક્ષના નેતાએ પત્ર લખ્યો

અમદાવાદ,તા.૨૨  : ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢી લાખો શ્રદ્ધાળુ ભાવિકોની ઈચ્છા પુરી કરવા અંગે વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ વિનંતી કરતો પત્ર મુખ્યમંત્રી વિજય રૂપાણીને લખેલ છે. પરેશ ધાનાણીએ પત્રમાં જણાવ્યું હતું કે, વર્ષોથી શ્રદ્ધા અને પરંપરા વચ્ચે અમદાવાદ શહેરમાં અષાઢી સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીની રથયાત્રા નીકળે છે. આ પરંપરા ૧૪૩ વર્ષોથી ચાલે છે. રથયાત્રા કોમી એકતાનું પ્રતીક છે. બીન રાજકીય રીતે તમામ લોકો જોડાય છે. અમદાવાદ શહેરની નગર ચર્ચાએ નીકળતા ભગવાન જગન્નાથજીની રથયાત્રા મુલતવી રાખવાના સમાચાર શહેર અને રાજ્યની પ્રજા માટે આઘાત જનક છે.

રાજ્યમાં અમદાવાદ સહિત ૧૩૫ સ્થળોએથી રથયાત્રા નીકળે છે. ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદમાં કોરોનાના સતત કેસ વધી રહ્યા છે. આ સ્થિતિને ધ્યાનમાં લઈ ગુજરાત હાઈકોર્ટ દ્વારા રથયાત્રા પર રોક લગાવી છે. પરંતુ આપણા સૌની આસ્થાના પ્રતિક સમાન ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાની પરંપરા આગળ  વધારવા વિનંતી છે.

(9:57 pm IST)