Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

૧૦ ટપાલ કર્મી પોઝિટિવ થતા ૩૧ પોસ્ટ ઓફિસ બંધ કરાઈ

માઈક્રો અને કન્ટેનમેન્ટ ઝોનની પોસ્ટ ઓફિસો બંધ :આશ્રમ રોડ ખાતેની સુપ્રિટેન્ડન્ટ ઓફિસના જ ૬ કર્મચારી કોરોનાગ્રસ્ત થયા, ૧૫ દિવસ માટે ઓફિસો બંધ કરાઈ

અમદાવાદ, તા. ૨૨  : કોરોના સંક્રમણ વધવાના કારણે શહેરની નાની-મોટી થઈને ૩૧ પોસ્ટ ઓફિસને ૧૫ દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પોસ્ટ વિભાગના ૧૦ કર્મચારીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જેમાં આશ્રમ રોડ ખાતેની સુપ્રિટેન્ડન્ટ ઓફિસના જ ૬ કર્મચારી કોરોનાગ્રસ્ત થયા છે. પોસ્ટ વિભાગે શહેરની જે ૩૧ જેટલી પોસ્ટ ઓફિસ બંધ કરવાનો નિર્ણય લીધો છે. તેમાં અસારવા ચકલા, અસારવા એક્સટેન્શન સાઉથ, બાપુનગર, ભૈરવનાથ રોડ, કેન્ટોનમેન્ટ, ઝ્ર્સ્ ચાર રસ્તા, દરિયાપુર, ડી-કેબિન, દિલ્હી દરવાજા, ઘીકાંટા, ૈંૈંસ્ વુમન પોલીસ સ્ટેશન, જમાલપુર, જનતાનગર, જોધપુર ચાર રસ્તા, ખોડિયારનગર, ખોખરા, કુબેરનગર, માધુપુરા માર્કેટ, મેઘાણીનગર, મોટેરા, નરોડા, નિકોલ,નોબલનગર, ર્ંદ્ગય્ઝ્ર, રાયખડ, એસ.એ. મિલ, એસ.એ.સી, સરખેજ રોડ, સ્પીડ પોસ્ટ ભવન, સુખરામપુરા, થલતેજ રોડનો સમાવેશ થાય છે.

            આ અંગે મણિનગર હેડ ઑફિસના ઁઈર્ં દિપકભાઈ બોકડાએ જણાવ્યું હતું કે, "કોરોના સંક્રમણ વધતા તકેદારીના ભાગરૂપે માઈક્રો અને કન્ટેનમેન્ટ ઝોનમાં આવતી ૩૧ જેટલી પોસ્ટ ઓફિસ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આ પોસ્ટ ઓફિસનો સ્ટાફ બીજી ઓફિસમાં હાજર રહી કામગીરી કરશે. ૧૦થી વધુ પોસ્ટના કર્મચારીઓને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. જેથી આ નિર્ણય ઉચ્ચ અધિકારીઓએ સાવચેતીના ભાગરૂપે લીધો છે." દરેક પોસ્ટ ઓફિસમાં લાંબી લાઈનો લાગતા સંક્રમણ ફેલાવાનો ભય રહે છે. જોકે આનાથી લોકોને માસિક પેન્શન, વિધવા સહાય કે પોસ્ટના વ્યાજની રકમ લેવામાં કોઈ તકલીફ નહીં થાય. જે વિસ્તારમાં પોસ્ટ ઓફિસ બંધ હોય, ત્યાંનો નાગરિક બીજી ચાલુ રખાયેલી પોસ્ટ ઓફિસમાંથી ઓનલાઈન સિસ્ટમ હોવાથી સરળતાથી પેન્શન, સહાય કે વ્યાજની રકમ મેળવી શકે છે. સામાજિક કાર્યકર હર્ષદ પટેલે જણાવ્યું કે પોસ્ટ વિભાગમાં રકમ લેવા હું ત્રણ વખત ધક્કા ખાઈ ચૂક્યો છું. આજે ગયો ત્યારે ખબર પડી કે ૩૧ પોસ્ટ ઓફિસ ૧૫ દિવસ માટે બંધ રાખી છે. લોકોને સહાય,પેન્શન,વ્યાજની રકમ લેવા દૂર દૂર સુધી આવેલી પોસ્ટ ઓફિસના ધક્કા ખાવા પડે અને હેરાનગતી થાય તે અલગ.

(10:05 pm IST)