Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

૧૪૩મી રથયાત્રા કાઢવા સરકારની રાત્રે અરજી

મુખ્યમંત્રીની આરતી બાદ જાહેરાત

અમદાવાદ,તા.૨૨ : જગન્નાથ પુરીમાં ભગવાન શ્રી જગરન્નાથની રથયાત્રા કાઢવા માટે સુપ્રિમ કોર્ટે આપેલ શરતી મંજુરીને પગલે ગુજરાત સરકાર તાબડતોડ જાગી છે. ગુજરાત હાઈકોર્ટમાં મોડી રાત્રે ભગવાન શ્રી જગન્નાથની ૧૪૩મી રથયાત્રા કાઢવા માટેની મંજુરી માંગતી અરજી ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરી છે. જેની સુનાવણી મઘરાત્રે હાથ ધરાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઈકોર્ટ આજે બપોરે અમદાવાદમાં રથયાત્રા કાઢવાની અરજી ફગાવી દીધી છે. જ્યારે બીજીબાજુ ભગવાન જગરન્નાથ ભક્તો અને મંદિરના મહંત દીલીપદાસજી મહારેજ જગરન્નાથ પુરીમાં મંજુરી મળી હોવાથી ૧૪૩ વર્ષ  જુની પરંપરા જળવાઈ રહે અને ભગવાન અષાઢી સુદ બીજના દિવસે નગરયાત્રાએ નીકળે તેવી લાગણી વ્યક્ત કરી હતી. મોડીસાંજે મુખ્યમંત્રી જગરન્નાથ મંદિરે આરતી કરી બાદ પત્રકારોને જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર રથયાત્રા શરતી કાઢવા માટે મંજુરીની માંગણી કરીશું ત્યારબાદ કાયદા વિભાગે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી અને મુખ્ય સરકારી વકીલને રથયાત્રા કાઢવાની અરજી કરવા સૂચના આપી હતી.

(10:07 pm IST)