Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના કોરોના વોરિયર અભિયાનમાં જોડાતાં અરવલ્લી-સાબરકાંઠાના સાંસદ દીપસિંહ રાઠોડ

( પ્રભુદાસ પટેલ દ્વારા ) મોટી ઇસરોલ અરવલ્લી-સાબરકાંઠાના સાંસદ દીપસિંહ રાઠોડ પણ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના કોરોના વોરિયર અભિયાનમાં  જોડાયા છે અને એમણે બન્ને જિલ્લાના પ્રજાજનો-નાગરિકોને પણ આ અભિયાનમાં જોડાવા અપીલ કરી છે.

  ઉલ્લેખનીય છે કે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ 'હું પણ કોરોના વોરિયર' અભિયાન સમગ્ર રાજ્યના જન જનને કોરોના મહામારી સામેની આ લડાઈમાં જોડાવા એક ઐતિહાસિક - સામાજિક અભિયાન નો પ્રારંભ કરાવ્યો છે. ત્યારે પરિવાર ના મોભી તરીકે સાંસદ દીપસિંહ રાઠોડ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના 3 સંકલ્પોને અને હું પણ કોરોના વોરિયર અભિયાનને પોતાનું તથા પોતાના પરિવારનું  ગણાવીને  સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની તમામ  જનતાને આ જન જાગૃતિ  અભિયામાં જોડાવા અપીલ કરી છે.

(3:49 pm IST)
  • જમ્મુમાં ભારે બરફવર્ષા બાદ ૪૧.૫ જેટલી જોરદાર ગરમીનો કહેર : આ વર્ષે રેકોર્ડબ્રેક બરફવર્ષા બાદ જમ્મુમાં હવે ગરમી કહેર વરસાવી રહી છેઃ જમ્મુમાં શુક્રવારે ગુરૂત્તમ તાપમાન ૪૧.૫ ડિગ્રી અને લઘુતમ ૨૨.૨ ડિગ્રી તાપમાન નોંધાયેલ હોવાનું હવામાન ખાતાએ જણાવેલઃ હવામાન ખાતાએ વધુમાં જણાવેલ કે મે ના અંત સુધીમાં જમ્મુમાં તાપમાન ૪૫ ડિગ્રી સુધી પહોંચી શકે છે access_time 3:25 pm IST

  • ઉત્તરાખંડના ૧૩માંથી ૧૦ જીલ્લા કોરોનાની હડફેટેઃ પિથૌરાગઢ- રૂદ્રપ્રયાગ-ચંપાવત એ ૩ જીલ્લા ઉપર હવે નજર ન લાગે તો સારૃં: પ્રવાસીઓ બીજા રાજયોમાંથી સતત પાછા ફરી રહયા હોય આ ત્રણ જીલ્લામાં પણ કોરોના ટકોરો કયારે મારશે તે કહી શકાય નહિ access_time 10:29 am IST

  • અમદાવાદમાં ઇસનપુર પોલીસ મથકના PSI કે.એમ.ચાવડાનો કોરોના રીપોર્ટ પોઝેટીવ: PSI ચાવડાના સંપર્કમાં આવેલા ડી-સ્ટાફના જવાનોને પણ કોરોન્ટાઇન કરાયા.. access_time 11:52 pm IST