Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

ડીસામાં પાર્ક પડેલી ગાડીના કાચ તોડીને ગઠીયા બેગ ચોરીને ફરાર

એટીએમ સહિતના જરૂરી દસ્તાવેજ અને સરસામાન ભરેલી બેગની ચોરી

બનાસકાંઠા જિલ્લાના  ડીસામાં ટ્રાફિકથી ધમધમતા તાલુકા પઁચાયત પાસેના બસ સ્ટેન્ડ રોડ પર પાર્ક પડેલી ગાડીના કાચ તોડી અજાણ્યા ગઠિયા ધોળા દિવસે બેગ ચોરીને ફરાર થઇ ગયા હતા.

   આ અંગેની વિગત મુજબ લાખણી તાલુકાના મટુ ગામના કિશોરભાઈ મેરુજી પ્રજાપતિ ગઈકાલે બુધવારે કામ અર્થે પોતાની ગાડી લઈને ડીસા આવ્યા હતા જ્યાં પ્રથમ બેંકનું કામ પતાવી તાલૂકા પઁચાયત ગયા હતા જ્યાં બપોરે બાર વાગે ગાડી રોડ ઉપર પાર્ક કરી કામ અર્થે તાલુકા પઁચાયત તરફ ગયા હતા જ્યાં કામ પતાવી તરત પરત આવતા ગાડીના કાચ તૂટેલા જણાયા હતા અને ગાડીમાં મુકેલી એટીએમ સહિતના જરૂરી દસ્તાવેજ અને સરસામાન ભરેલી બેગ ગાયબ જણાઈ હતી આ બાબતની ઉત્તર પોલીસ મથકે જાણ કરી હતી તેથી દોડી આવેલી પોલીસે જાહેર રોડ ઉપર લગાવેલા સીસી ટીવી કેમેરાના ફૂટેજ મેળવી ગઠિયાઓનું પગેરું મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.

(11:55 pm IST)