Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

માતરમાં ડમ્પરની હડફેટે વૃદ્ધ રાહદારીએ પોતાનો જીવ ગુમાવ્યો

માતર: શહેરમાં ગતરાત્રે નવ વાગ્યે જમી પરવારી ગામમાં આંટો મારવા નીકળેલા ૬૦ વર્ષીય વૃધ્ધને અજાણ્યાં ડમ્પરે અડફેટે લેતાં સર્જાયેલા અકસ્માતમાં ગંભીર ઈજાને કારણે વૃધ્ધનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હોવાનું જાણવા મળેલ છે. 
આ અંગે મળતી માહિતી મુજબ માતર નાની ભાગોળ મહોલ્લામાં રહેતાં મયુદ્દીન અમીરમીયાં કુરેશી (ઉં.વ ૬૦) ગત રોજ રાત્રિના નવ વાગ્યાના અરસામાં જમી પરવારી ગામમાં આંટો મારવા નીકળ્યાં હતાં. દરમિયાન ભીમપુર ગરનાળા નજીક આવેલ પેટ્રોલપંપ પાસેથી ચાલતાં જઈ રહ્યાં હતાં તે વખતે માર્ગ પર પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલ એક અજાણ્યાં ડમ્પરે મયુદ્દીન કુરેશીને અડફેટે લીધાં હતાં. ડમ્પરની જોરદાર ટક્કર વાગવાથી મયુદ્દીન કુરેશી ગંભીર ઈજાગ્રસ્ત બનતાં તેઓ ઘટનાસ્થળે જ મોતને ભેટ્યાં હતાં. અકસ્માત બાદ ડમ્પરનો ચાલક પોતાનું ડમ્પર લઈ ઘટનાસ્થળેથી નાસી છુટ્યો હતો. 

(5:22 pm IST)