Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

પાલનપુર નજીક ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ પાસેથી બંદૂકની લૂંટ ચલાવી ત્રણ અજાણ્યા શખ્સો રફુચક્કર

પાલનપુર: શહેરની એક બેંકમાં ફરજ બજાવતા માંણકા ગામના એક સીક્યુરીટીગાર્ડ ફરજ પુરી કરીને પરત પોતાના ગામ જઇ રહ્યા હતા દરમ્યાન માણકા ગામ નજીક બાઇક પર લીફટ આપી ને અજાણ્યા ત્રણ જેટલા શખસોની મદદથી સિક્યુરીટીગાર્ડ પાસે થી બંદૂકની લૂંટ ચલાવવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે સિક્યુરીટી ગાર્ડે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે બનાવ ની તપાસ હાથ ધરી છે.

પાલનપુરની એચ.ડી.એફ.સી બેંકમાં સિક્યુરીટીગાર્ડ તરીકે ફરજ બજાવતા માણકા ગામના ૬૫ વર્ષીય કાંતિભાઇ લાલાભાઇ એલીયા તા.૨૦/૫/૨૦૧૯ ના રોજ બેંકમાં પોતાની ફરજ પુરી કરીને પરત પોતાના ગામ માણકા જતા હતા દરમ્યાન ધાણધા થી અજાણ્યા બાઇક સવારે આ સિક્યુરીટીગાર્ડને બાઇક પર લીફટ આપીને માણકા જઇ રહ્યા હતા. દરમ્યાન આગળ જતા રસ્તામાં બેઠેલા ત્રણ અજાણ્યા યુવકો પાસે બાઇક ચાલકે બાઇક ઉભું રાખતાં આ અજાણ્યા શખસોએ સિક્યુરીટીગાર્ડને ધક્કો મારી નીચે પાડી દઇ તેમની પાસે રહેલ માલિકીની રૃ.૭ હજારની કિમંત ની લાઇસન્સ વાળી બારબોર બંદુકની લૂંટ ચલાવી ને ખેતરોમાં નાશી છુટયા હતા અને બાઇક ચાલક પણ લૂંટ ભાગી છુટયો હતો આ મામલે સિક્યુરીટીગાર્ડ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે બંદૂકની લુંટ ચલાવનાર અજાણ્યા લૂંટારૃઓ ની શોધખોળ હાથ ધરી છે.જોકે પાલનપુર ના માણકા નજીક ધોળસ દહાડે લિફટ આપવાના બહાને અજાણ્યા લૂંટારૃઓ દ્વારા એક વૃદ્ધ સિક્યરીટીગાર્ડ પાસે થી બંદૂકની લૂંટ ચલાવવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.

(5:20 pm IST)